ખેરગામ તાલુકાની વાર્તા કથન-લેખન સ્પર્ધામાં પ્રતિભાઓનો વિજય.
ખેરગામ તાલુકા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધા અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025–26 દરમિયાન વિવિધ શૈક્ષણિક સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
ફાઉન્ડેશનલ સ્ટેજ (બાલવાટિકા, ધોરણ 1 અને 2)માં ઋત્વી મનોજભાઈ પટેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નિત્યા મિનેશકુમાર ચૌધરીએ દ્વિતીય અને જૈની કમલેશભાઈ ચૌધરીએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3 થી 5)માં રૂહીબેન અરુણભાઈ પટેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે તિથી રાજેશભાઈ પટેલે દ્વિતીય અને ક્રિષા દશરથભાઈ પટેલે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.
મિડલ સ્ટેજ (ધોરણ 6 થી 8)માં ધીતિ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ધ્રુવી મહેન્દ્રભાઈ ગાંવિતે દ્વિતીય અને જેની જીગ્નેશભાઈ આહિરે તૃતીય ક્રમાંક મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી.
સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેમના માર્ગદર્શક શિક્ષકો અને વાલીઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.



