Image source: (Pinterest) user matteo bergamelli
ઈક્વેશનનો સિદ્ધાંત આપનાર : નિક્કોલો
નિક્કોલો ટાર્ટાગ્લિઆ ફોન્ટાનાનો જન્મ સોળમી સદીમાં થયો હતો. તેમનો જન્મ વેનિસમાં થયો હતો. તેઓ ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક હતા. તેમનો દેખાવ વિકરાળ હતો તેથી તેઓ ખૂંખાર રાક્ષસ તરીકે ઓળખાતા.
જોકે, નિક્કોલોનો દેખાવ જન્મજાત રાક્ષસી નહોતો. એ સામાન્ય બાળક જેવા જ હતા. એ સમયે એક દેશ બીજા દેશની સામે પોતાની મહત્તા સાબિત કરવા નબળા પ્રદેશ ઉપર ચઢાઈ કરતાં હતા.
નિક્કોલોનો પરિવાર સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો. તેમના પિતા ઘરના મોભી હતા. તેઓ સંદેશાવાહકનું કામ કરતાં હતા, એ દરમિયાન લૂંટારાઓના હાથે મૃત્યુ પામ્યા. યુદ્ધ, વિગ્રહ, વિદેશીઓના હુમલાઓ વચ્ચે જીવતી પ્રજામાં નિક્કોલોનો પરિવાર પણ ભારે યાતનાઓથી ઘેરાયેલો હતો.
એક હુમલામાં નિક્કોલોના ચહેરા પર પાંચ તલવારના ઘા થયા. નસીબજોગે તે બચી ગયો પણ નિશાન કાયમ રહી ગયાં. દયનીય પરિસ્થિતિમાં જીવતા પરિવારના સંતાનને સ્કૂલમાં જવાય એવી તો કોઇ શક્યતા નહોતી. તેમ છતાં એકાદી સ્કૂલમાં અઠવાડિયા માટે નિક્કોલો ગયો. જ્યાં તેને ગણિતનું પુસ્તક આપવામાં આવ્યું.
સ્કૂલમાં પુસ્તક પરત કરવાને બદલે તે ઘરે લઇ આવ્યા અને જાતે જ મથામણ કરીને ભણવા લાગ્યો. દીકરાની અસાધારણ ક્ષમતા જોઈને માતાએ એક શ્રીમંત વ્યક્તિને દીકરાને ભણાવવા માટે આજીજી કરી. પરિણામે નિક્કોલોએ યુનિવર્સિટીમાંથી ડિગ્રીની સાથે એટલું જ્ઞાન મેળવી લીધું કે મેથેમેટિશિયન બનવાની મહત્ત્વાકાંક્ષી મંઝિલ પ્રાપ્ત કરી.
કેલ્ક્યુલેશન અને મેથેમેટિકલ વિષયોમાં નિક્કોલો પ્રાઇવેટ ટ્યૂશન આપનાર વ્યક્તિ તરીકે અને મહત્ત્વ સ્પર્ધાઓમાં જીત મેળવીને ઇટાલી આખામાં ખ્યાતિ મેળવી લીધી હતી. નિક્કોલોએ મૉડર્ન સાયન્સ એક પુસ્તક પ્રકાશિત કર્યું અને મેથેમેટિક્સમાં ક્યુબિક ઇક્વેશનના ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતો આખા વિશ્વમાં આપી કમબેક સાબિત કર્યું હતું.