Image courtesy: scienzainrate.it
વિશ્વના વિજ્ઞાનીઓ ઘાતક ચેપી રોગ સાર્સનો શોધક : કાર્લો ઉર્બાની
વિશ્વમાં નવા ફેલાયેલ કેટલાક રોગોમાં બર્ડફ્લ્યુ, સાર્સ, મર્સ, એચ-વન એન વન, એન્ક્યુએન્ઝા વગેરેમાં સાર્સ સૌથી ભયાનક અને ઘાતક છે. જો કે ૨૦૦૪ પછી વિશ્વમાં આ રોગનો એક પણ દર્દી નોંધાયો નથી. ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં આ રોગ ફ્લાયો હતો. શ્વસનતંત્રને ખોરવી નાખતા આ રોગના મૂળમાં રહેલા વાયરસની શોધ કાર્લો ઉર્બાનીએ કરેલી. સાર્સના નિદાન અને સારવાર ઉપરાંત ઉર્બાનીએ ઘણા ચેપી રોગોની સારવાર અંગે ઊંડા સંશોધનો કરી તબીબી જગતની અમૂલ્ય સેવા કરી હતી. તેમનું મૃત્યુ પણ સાર્સ રોગથી થયું હતું.
કાર્લો ઉર્બાનીનો જન્મ ઇ.સ.૧૯૫૬ ના ઓક્ટોબરની ૧૯ તારીખે ઇટાલીના કેસલપ્લાનીઓ ખાતે થયો હતો. તેના પિતા નેવી સ્કૂલમાં અને માતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ઇ.સ. ૧૯૮૧ માં એન્કીના યુનિવર્સિટીમાંથી મેડિસીનમાં ગ્રેજયુએટ થઈને ઉર્બાનીએ મેલિના યુનિવર્સિટીમાં બેકટેરિયા સંબંધી અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પ્રોફેસર બન્યા હતા. ઇ.સ. ૧૯૯૦માં તેઓ મેસેરાટા હોસ્પિટલમાં જોડાયા. તેમની ધગશ અને પરિશ્રમની નોંધ લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને માલદીવ અને ગિયાનામાં ફેલાવેલા રોગચાળાના સંશોધનોનું કામ સોંપ્યું.
માલદીવમાં સંશોધનો દરમિયાન તેમણે ઘણા રોગજનક વાયરસ શોધી કાઢ્યા. ત્યારબાદ તેઓ સ્વીરઝર્લેન્ડની સંસ્થામાં ચેપી રોગોના સ્પેશિયાલિસ્ટ તરીકે જોડાયા. તેમના પ્રયત્નોથી તેમની સંસ્થા એમ. એસ. એને મેડિસીનનું નોબેલ ઇનામ મળેલું. ઇ.સ.૨૦૦૦માં તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેપી રોગના નિષ્ણાત તરીકે સેવા આપવા જોડાયેલ, તેમણે અનેક ચેપી રોગોના નિદાન અને સારવારની પધ્ધતિઓ વિકસાવી હતી.
૨૦૦૩ માં હનોઈ ખાતેની એક હોસ્પિટલમાં સાર્સના દર્દીની સારવાર દરમિયાન ઉર્બાનીને સાર્સ લાગુ પડયો. તેઓ બેંગકોક પાછા ફર્યા પરંતુ અઢાર દિવસની સારવાર બાદ ઇ.સ. ૨૦૦૩ના માર્ચની ૨૯ તારીખે તેમનું ૪૬ વર્ષની વયે અવસાન થયું.