ભારતમાં ફટાકડાઓનો ઇતિહાસ.
ભારતમાં ફટાકડા બાબતે બે મત છે. એક મત અનુસાર મુઘલો સૌપ્રથમ ભારતમાં ફટાકડા લાવ્યા હતા તો બીજો મત છે કે મુઘલો ભારતમાં આવ્યા તે પહેલાં અહીં ફટાકડા પહોંચી ચૂક્યા હતા.
ભારતમાં 15મી સદીથી પણ જૂનાં એવાં કેટલાયે પેઇન્ટિંગ્સ છે જેમાં લોકોને ઉત્સવ કે લગ્ન દરમિયાન તારામંડળ અને અન્ય આતરાગજી કરતાં બતાવાયા છે. આના પરથી એ જાણવા મળે છે કે ભારતમાં એ દોરમાં પણ ફટાકડા હતા ત્યારે લિખિત સાહિત્ય આપણી પાસે ના કરવા બરાબર હતું,
* દારા શિકોહનાં લગ્નનાં પેઇન્ટિંગ્સમાં લોકોને ફટાકડા ફોડતા બતાવાયા છે, ફિરોજશાહના સમયમાં પણ ભવ્ય આતશબાજી ધતી હતી એટલે કે મુઘલો પહેલાં જ ભારતમાં કાકડા આવી ગયા હતા.
મુઘલકાળની શરૂઆતમાં વાઘ, પાયીઓ વગેરે જેવા જાનવરોને ડરાવવા માટે કે કાબૂમાં કરવા ફટાકડાઓનો ઉપયોગ કરાતો હતો. ફટાકડાઓના ઇતિહાસમાં ક્રાંતિકારી પરિવર્તન બારૂદનીશોધ પછી થયું. ઈ.સ. 1270 પછી બારૂદી ફટાકડાઓને નવું સ્વરૂપ આપ્યું. બારૂદનો ઉપયોગ ફટાકડાઓ સિવાય યુદ્ધમાં પણ થવા લાગ્યો હતો.
ઈ.સ. 1526માં ભારતમાં સૌથી પહેલાં કાબુલના સુલતાન બાબરે ભારતમાં હુમલા દરમિયાન બારૂદનો ઉપયોગ કર્યો હતો. કહેવાય છે કે બાબરના ભારત પર વિજયનું કારણ બારૂદ જ હતું અને અહીંથી જ મુઘલોનો ઇતિહાસ ભારતમાં શરૂ થયો,
શિવકાશી ફટાકડાઓનું મુખ્ય કેન્દ્ર કેવી રીતે બન્યું?
દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યનું શિવકાશી ભારતનું ફટાકડાઓનું ઉત્પાદન કરતું મુખ્ય કેન્દ્ર છે. ફટાકડાના શિવકાશી પહોંચવાની કહાની ખરેખર રસપ્રદ છે. પી. અય્યા નાદર અને તેમના ભાઈ શાંગા નાદર ઈ.સ. 1913માં આજીવિકા કમાવા માટે બંગાળની એક માચીસ ફેકટરીમાં કામ કરવા માટે પહોંચ્યા.
ત્યાં જઈને તેઓ માચીસ બનાવતા શીખ્યા અને તેમણે આ કૌશલનો વિકાસ કર્યો. કોલકાતાથી આઠ મહિના પછી નાદરબંધુઆ શિવકાસી પાછા ફર્યા. પછી જર્મનીથી મશીનો મંગાવીને માચીસ બનાવવાનું કામકાજ શરૂ કર્યું, પછી તેમણે ત્યાં ફટાકડા બનાવવાનું પણ શરૂ કર્યું અને જોત જોતામાં શિવકારી ભારતનું ફાયરવર્ક કેપિટલ બની ગયું.
જોકે, ઈ.સ. 1940માં અંગ્રેજ સરકાર ઇન્ડિયન એક્સપ્લોઝિવ ઍક્ટ બનાવ્યો. ત્યારબાદ આતંરાબાજી એટલે કે ફટાકડા બનાવવાથી લઈને રાખવા માટે પણ લાઈસન્સ લેવાની જરૂર પડવા લાગી, તેથી આતશબાજીની પહેલી કાયદેસરની ફેક્ટરી ઇ.સ. 1940માં જ બની શકી.
તમિલનાડુના શિવકાશીમાં અત્યારે લગભગ 8 હજારથી વધારે નાનીમોટી ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જેનો વાર્ષિક કારોબાર આશરે એક હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે.
પી.કે. ગોર્ડના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઈન ઇન્ડિયા બિટ્વીન 1400 એન્ડ 1900 એડી માં ઇ.સ. 1518માં ગુજરાતમાં યોજાયેલાં એક બ્રાહ્મણ દંપતીનાં લગ્નમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
17મી સદીમા ભારતમાં આવેલા યાત્રી ફેન્કોસિસ બર્નિયરે નોંધ્યું છે કે તે સમયે ફટાકડાઓનો ઉપયોગ હાથી કે જેવા મોટા જાનવરોની ટ્રેનિંગ માટે કરાતો હતો. હાથીઓ મોટા ધડાકાના અવાજધી ડરી જતા હતા. કદાચ આ જ કારણ રહ્યું હશે કે બારૂદથી બનેલા બોંબનો યુદ્ધમાં ઉપયોગ શરૂ થયો તો હાથીઓનો ઉપયોગ ઓછો થયો, કારણ કે તેઓ બોંબથી ડરી જતા હતા.
પ્રેતાત્માઓને ડરાવવા ધડાકો કરાતો.
અન્ય એક વિખ્યાત માન્યતા અનુસાર હાન રાજવંશ (ઈ. પૂર્વે 200 દરમિયાન ચીનમાં ફટાકડાઓ બનવાની શરૂઆત થઈ હતી. આ ટાકડાઓનો ઉપયોગ ખરાબ આત્માઓ કે ભૂત-પ્રેતને ભગાડવા માટે કરાતો હતો.
જોકે, આજે જોવા મળે છે તેવા આ ફટાકડા નહોતા. વાસ્તવમાં લોકો જોરથી ધડાકો કરવા માટે વાંસને આગમાં ફેંકતા. વાસ બળ ત્યારે નાનો-નાનો અવાજ થાય અને પછી એક મોટા ધડાકા સાથે તે ફાટીને ભડભડ બળવા લાગે, વાંસ અંદરથી ખોખલું હોય છે જેમાં વાયુ હોય છે અને તે ગરમ થવાયી ફૂલે છે અને એક મોટા અવાજ સાથે ફાટે છે.
આ ચીનના લોકો માટે રોમાંચક અનુભવ પણ હતા. લોકોને એવા વિશ્વાસ હતો કે વિસ્ફોટથી જે અવાજ પેદા થાય છે તે ખરાબ આત્માઓને ડરાવવા માટે પૂરતો છે. આમ તે ખરાબ આત્માઓથી છુટકારો મળવાની એક ખુશીના સંકેત હતો.
ત્યારબાદ વાંસને આગમાં નાખીને ધડાકો કરવા એ લોકોની ખુશી અને ઉત્સવ સાથે જોડાઈ ગયું. પછી બારૂદની શોધ થઈ અને તેને વાંસમાં ભરીને ફટાકડાઓ શોધાયા. કહાનીઓ ગમે તે હોય, પરંતુ ઇતિહાસની માન્યતા તો એ જ છે કે ફટાકડાની શોધ ચીનમાં થઈ હતી.
ભૂલથી શોધાયા હતા ફટાકડા.
ફટાકડાની શોધ ચીનમાં થઈ હતી લગ્ન-રિસેપ્શન હોય કે અન્ય કોઈ ઉત્સવ - ઉજવણી. આખી દુનિયા ફટાકડાઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને આપણે ત્યાં તથા વિદેશોમાં ન્યૂ યરની ઉજવણી દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. આપણે ત્યાં તો ઉગ્નપ્રસંગે અને દિવાળીએ ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાની શોધને લઈને પછી વાર્તાઓ બની છે, પરંતુ મોટાભાગે એ માન્યતા પ્રબળ છે કે ફટાકડા ચીનમાં છઠ્ઠી સદી દરમિયાન શોધાયા હતા. ફટાકડાનો શાપ સાથે જોડાયેલી ચીનની કહાનીઓ છે.
એવું કહેવાય છે કે ફટાકડાની શોધ ભૂલથી થઈ હતી. બન્યું હતું એવું કે એક રસોઈયો રસોઇ બનાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે ભૂલી સોલ્ટપીટર કે જેને પોટેશિયમ નાઇટ્રેટ પણ કહે છે. તેને ચૂલાની આગમાં ફેંક્યું, તેને કારણે રંગીન લપટો (જ્વાળા) નીકળવા લાગી. તેને કારણે રસોઈયાની ઉત્સુકતા વધી ગઈ. ત્યારબાદ રસોઇયાએ કોલસા અને સલ્ફરની સાથે તેને આગમાં નાખ્યું તો ખૂબ જ મોટો ધમાકો થયો અને આ રીતે બારૂદની શોધ થઈ. પછીથી આ જ બાદનો ઉપયોગ ફટાકડા બનાવીને આતશબાજી કરવા માટે થવા લાગ્યો. આમ તો ફટાકડાઓનું પહેલું પ્રમાણ ઈ.સ. 1640માં મળે છે જ્યારે ચીની લોકોએ પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર વગેરે રસાયણમાં ભેળવીને કાગળમાં લપેટીને ‘ફાયર પલ' બનાવી હતી.
ફટાકડાની શોધ ચીનમાં થઈ હતી.
લગ્ન- રિસેપ્શન હોય કે અન્ય કોઈ ઉત્સવ - ઉજવણી. આખી દુનિયા ફટાકડાઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને આપણે ત્યાં તથા વિદેશોમાં ન્યૂ યરની ઉજવણી દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. આપણે ત્યાં તો ઉગ્નપ્રસંગે અને દિવાળીએ ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાની શોધને લઈને પછી વાર્તાઓ બીતી છે, પરંતુ મોટાભાગે એ માન્યતા પ્રબળ છે કે ફટાકડા ચીનમાં છઠ્ઠી સદી દરમિયાન શોધાયા હતા. ફટાકડાનો શાપ સાથે જોડાયેલી ચીનની કહાનીઓ છે.
સ્રોત : newspepar