વાંસદા પોલીસે નિરાધાર વૃદ્ધો સાથે પોતાના સ્વજનોની જેમ દિવાળીના તહેવારની ઉજવણી કરી સેવા-સુરક્ષા-શાંતિના સૂત્રને સાર્થક કર્યું હતું.
વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં કેટલાક વૃદ્ધો નિરાધાર અને એક્લવાયુ જીવન જીવી રહ્યા છે. ત્યારે વયોવૃદ્ધ વડીલો માટે વાંસદા પોલીસની ટીમ એક પરિવાર બનીને આવી દિવાળી પર્વનું અજળવાયુ પાથર્યુ હતુ. વાંસદા પોલીસે વયોવૃદ્ધ ૬ મહિલાઓ અને બે વયોવૃદ્ધ પુરૂષ મળી કુલ ૮ વડીલોના ઘરે ગામના સરપંચ સાથે જઈ ગરમ ધાબળો, સાડી,કપડાં મીઠાઈ તથા એક મહીનાનું રાશન આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ તમામ વૃદ્ધોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી મળતી સરકારી યોજનાઓના લાભ છે મળે છે કે નહિ તેની ખાતરી પણ પોલીસ ટીમ દ્વારા કરવામાં
આવી હતી. પોલીસ દિવાળીના તહેવારોના બંદોબસ્ત વચ્ચે પોતાના પરિવારની સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકતી નથી. ત્યારે વાંસદા પોલીસે પોતાની બચતની રકમ એકઠી કરી દિવાળીના તહેવા૨ની ઉજવણી નિરાધાર વૃદ્ધો સાથે પોતાના સ્વજનોની જેમ દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. સમગ્ર પંથકમાં વાંસદા પોલીસની આ કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.
Post courtesy: Gujaratgardian