મણિપુરના લોકો સૌથી ઓછા કલાક કામ કરે છે અને સૌથી વધુ પગાર મેળવે છે કેરળવાસીઓ.
સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવાની ચર્ચા વચ્ચે જો કામના કલાકોને સરેરાશ માપવામાં આવે તો ઉત્તરાખંડના લોકો સૌથી વધુ એટલે કે લગભગ 9.6 કલાક કામ કરે છે. તેલંગાણા બીજા સ્થાને છે. તેલંગાણામાં સરેરાશ કર્મચારી રોજના 9.2 કલાક કામ કરે છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રીજા અને ચોથા સ્થાને છે. અહીં એક કર્મચારી દરરોજ સરેરાશ 9 કલાક કામ કરે છે.
જો આપણે સૌથી ઓછા કલાક કામ કરવાની વાત કરીએ તો ભારતનું મણિપુર આમાં પ્રથમ સ્થાને છે. અહીંના લોકો દરરોજ સરેરાશ 6 કલાક કામ કરે છે. એ પણ જોઈએ કે કયા રાજ્યના લોકોને સૌથી વધુ પગાર મળે છે. વર્ષ 2022માં આરબીઆઈએ આ અંગે એક આંકડો જાહેર કર્યો હતો.
આ હિસાબે કેરળના લોકોને દેશમાં સૌથી વધુ પગાર મળે છે. અહીં માથા દીઠ વાર્ષિક આવક 1,94,767 રૂપિયા છે. વેતનની વાત કરીએ તો અહીં કામદારોને રોજનું વળતર 838 રૂપિયા આપવામાં આવે છે.
હરિયાણામાં માથા દીઠ વાર્ષિક આવક રૂ. 239535 છે, જ્યારે વેતન રૂ. 421 છે. જ્યારે પંજાબમાં માથા દીઠ વાર્ષિક આવક 154517 રૂપિયા અને દૈનિક વેતન 386 રૂપિયા છે.
સ્રોત : ગુજરાત સમાચાર