બીલીમોરા વિભાગ કોળીપટેલ સમાજે પારિતાષિક સમારંભમાં ૭૭ તેજસ્વી તારલાઓનું સમ્માન કર્યું.
બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા રવિવાર બપોરે સમાજવાડીમાં ૨૭'મો પારીતોષિક સમારંભ યોજાયો હતો. જેમાં વર્ષ ૨૦૨૩માં વિવિધ અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ૭૭ પારિ તેજસ્વી તારલાઓ અને ૧૩ વિશિષ્ટ સિદ્ધિ વીરોનું શાલ અને પ્રમાણપત્રથી યાદગાર સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજનો હાજર રહ્યા હતા. -
બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે તેજસ્વી તારલાઓને વિશિષ્ટ પ્રેરકબળ પુરું પાડવા છેલ્લા ૨૭ વર્ષથી સન્માન ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવે છે. બીલીમોરા સોમનાથ રોડ સ્થિત સમાજ ભવન હોલમાં રવિવારે પ્રમુખ રમણ પટેલે સૌને આવકાર્યા હતા.
શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં સમાજના ૧૦૪૪ વિદ્યાર્થીઓને ૩૩.૩૮લાખની રકમ સહાય પેટે આપી છે. તેમજ વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૨૨ સુધીમાં ૨૧૭૭ વિદ્યાર્થીઓને ૧૧.૭૯ લાખનાં ખર્ચે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સમારંભનાં પ્રમુખ સુરેશ પટેલ, મુખ્ય મહેમાન ડો. જિગર પટેલે સફળતા માટે સારી આદતો,પોઝિટિવ અભિગમ અને યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દિવ્યેશ પટેલ, ખાપા પટેલ, બાબુ પટેલ, ધનસુખ પટેલ, શૈલેષ પટેલ, હિના પટેલ, ચંદ્રકાન્ત પટેલ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે સમાજનો ૨૭મો પારિતોષિક સમારંભ યોજવામાં આવ્યો હતો, ૧૩વિશિષ્ટ સિધ્ધિવીરોનું પણ સમ્માન કરાયું.