ખેરગામ તાલુકાની વિવિધ શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.
ખેરગામ દૈનિક ન્યૂઝ | ૩૦-૧૦-૨૦૨૩
"સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. ખેરગામ તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ખેરગામ તાલુકાની શામળા ફળિયા, પોમાપાળ, વાવ , પહાડ ફળિયા, રાઘવા ફળિયા વાવ, નારણપોર, વાડ, નાંધઈ, કુમાર શાળા અને ખેરગામ જનતા માધ્યમિક શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને શાળાની કાયાપલટ કરાઈ હતી.