રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વાડ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય એકતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રસ્ટા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશ સમસ્તમા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામા આવે છે.
જેના ભાગરૂપે શાળાનાં ઉપશિક્ષકશ્રી ધર્મેશકુમારે સરદાર પટેલના જીવનની માહિતી બાળકોને આપી ત્યાર બાદ ભારત દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત કરવા માટેનાં શપથ લેવામાં આવ્યાં. જેમાં સમસ્ત શાળા પરિવાર સહ એકતાના શપથ ગ્રહણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજતો કર્યો હતો. સરદાર પટેલની તસ્વીરને શ્રધ્ધા સુમન અર્પણ કરી તેમને યાદ કર્યા હતા....