ખેરગામ તાલુકામાં ‘PRASHAST APP' અમલવારી માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત તાલીમ યોજાઈ.
સમગ્ર શિક્ષા અંતર્ગત સમાવેશી શિક્ષણ (IED) શાખા દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓની વહેલી ઓળખ સુનિશ્ચિત કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની માર્ગદર્શિકા મુજબ વર્ષ 2025-26 માટે 'PRASHAST APP' ની અમલવારી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. આ અનુસંધાને ખેરગામ તાલુકામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાના મુખ્યશિક્ષક અને આચાર્યશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ તારીખ 2 જાન્યુઆરી, 2026ના રોજ તાલુકા/બ્લોક ક્લસ્ટર કક્ષાએ યોજાઈ હતી, જેમાં કુલ 53 મુખ્યશિક્ષકો / આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન વિજયભાઈ પટેલ (બી.આર.સી. ખેરગામ), આશિષભાઈ પટેલ (સ્પેશિયલ એજ્યુકેટર), રીટાબેન પટેલ (સ્પેશિયલ એજ્યુકેટર), ભાવેશભાઈ પરમાર (MIS, બી.આર.સી. ભવન ખેરગામ) તથા આશિષભાઈ પટેલ (ડેટા ઓપરેટર) દ્વારા સવારે 10:30 થી સાંજે 5:05 સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે NCERT, ન્યૂ દિલ્હી ના સહયોગથી રાજ્ય કક્ષાએ તારીખ 8 જાન્યુઆરી, 2026ના રોજ PRASHAST APP અંગે તાલીમ યોજાઈ હતી, જેની કડીરૂપે તાલુકા કક્ષાએ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન PRASHAST APP અંગે સૈદ્ધાંતિક માહિતી સાથે એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, લોગિન, તથા એપાપનો પ્રત્યક્ષ ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




