ડાંગના સંતોષ ગાવિતે ઝારખંડ ખાતે ‘ખેલો ઇન્ડિયા ટ્રાયબલ રનિંગ’માં દ્વિતીય ક્રમ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું.
આહવા/ડાંગ: ખેલો ઇન્ડિયા ટ્રાયબલ રનિંગ સ્પર્ધા ઝારખંડ ખાતે યોજાઈ હતી, જેમાં ડાંગ જિલ્લાના ગાઢવી ગામના ૨૦ વર્ષીય યુવાન સંતોષ ગાવિતે રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સંતોષની આ સફળતાથી સમગ્ર ડાંગ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં સંતોષે કઠિન મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નોથી આ ઉપલબ્ધિ મેળવી છે. અગાઉ પણ તે ડાંગ ખેલ મહાકુંભ, યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધાઓ તથા સાંસદ ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યો છે.
છેલ્લા બે વર્ષથી સંતોષ સાપુતારા ખાતે કોચ અલ્કેશ સર અને સુરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ લઈ રહ્યો છે. બંને કોચોએ તેને આર્થિક તેમજ પ્રેક્ટિસ સંબંધિત સહાય પૂરી પાડી સતત પ્રોત્સાહન આપ્યું છે.
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સંતોષ ગાવિત હાલ પોતાનું પૂર્ણ ધ્યાન રનિંગ પર કેન્દ્રિત કરી રહ્યો છે. ડાંગનો આ પ્રતિભાશાળી ખેલાડી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#KheloIndia #KheloIndiaTribalRunning #SantoshGavit #DangDistrict #GujaratPride #TribalAthlete #NationalLevelAchievement #YouthInspiration #RisingStar #IndianAthletics #SportsSuccess #RunForGlory #ProudMoment #AthleteLife #FutureChampion #khergamnews #khergamblogger #sbkhergam #edublogger #infokhergam


