ખેરગામ સરકારી કોલેજમાં 33મો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ ભવ્ય રીતે યોજાયો.
આચાર્યશ્રી ડો. સંજયકુમાર એમ પટેલ ના નેતૃત્વ હેઠળ સરકારી વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નિમિત્તે ૩૩મો વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ સમારંભ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન ગુરુવારે સવારે ૧૦:૩૦ કલાકે કોલેજ કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યાર બાદ વંદે માતરમ્ તથા સરસ્વતી વંદનાથી કાર્યક્રમને ભવ્યતા મળી હતી. તથા મહેમાનોનું આચાર્યશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમારંભના અધ્યક્ષ તરીકે (આદિજાતિ વિકાસ, શ્રમ, કૌશલ્ય અને રોજગાર) વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ આમંત્રિત હતા, પરંતુ ગુજરાત વિધાનસભામાં બજેટ સંબંધિત અગત્યની બેઠક હોવાને કારણે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હોતા. તેમણે આગલે દિવસે રૂબરૂ વાતચીત દ્વારા કોલેજના આચાર્યશ્રી સાથે વાતચીત કરી સમસ્ત કોલેજ પરિવારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અને કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે શ્રીમતી લીનાબેન અમદાવાદી (ઉપ. પ્રમુખશ્રી તાલુકા પંચાયત ખેરગામ ) અને સમારંભના ઉદ્ઘાટક તરીકે ડૉ. ઇન્દ્રા વત્સ (ક્યુરેટર – ધ લેડી વિલ્સન મ્યુજીયમ, ધરમપુર) ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનશ્રીઓ તરીકે ડૉ. વાય. જે. મિસ્ત્રી, શ્રીમતી(આચાર્ય , વાંસદા કોલેજ), શ્રી રાજેશભાઈ આર. પટેલ (પ્રમુખશ્રી ખેરગામ તાલુકા પંચાયત), શ્રી ભીખુભાઈ આહીર (માજી જિલ્લા પંચાયત પ્રમુખ), શ્રી લિતેશભાઈ ગાંવિત (તાલુકા પ્રમુખ ભાજપા ખેરગામ), શ્રી પ્રશાંતભાઈ આઈ. પટેલ (નવસારી જિલ્લા ભજપા આદિવાસી મોરચા મહામંત્રી), શ્રી વિજયભાઇ રાઠોડ (મહામંત્રી ખેરગામ તાલુકા ભાજપા), શ્રી શૈલેષભાઈ ટેલર (ઉપ. પ્રમુખશ્રી ખેરગામ તાલુકા), શ્રી ચેતનભાઈ પટેલ (મહામંત્રી ખેરગામ તાલુકા ભાજપા), સુરજભાઈ પટેલ(યુવા કાર્યકર), શ્રી ચુનીભાઈ પટેલ (માજી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ), શ્રી અરવિંદભાઇ પટેલ (જનતા હાઇસ્કૂલ મંડળ ના પ્રમુખ), શ્રી સુનિલભાઈ સી. પટેલ (વાલી પ્રતિનિધિ) , શ્રી દીપેશભાઈ પટેલ (પ્રા. ભૌતિકશાસ્ત્ર, વી. એસ પટેલ કોલેજ બીલીમોરા), પિનલબેન ચૌધરી(P.I. ખેરગામ પોલીસ સ્ટેશન), તથા IQAC પરિવાર તરફથી શ્રી અમ્રતભાઈ પટેલ(વાલી પ્રતિનિધિ), શ્રી રમેશભાઈ ડી પટેલ(સમાજ ના આગ્રણી) અને શ્રી અંકુરભાઈ શુક્લ (માજી જી.એસ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ ના ઉપ પ્રમુખ) સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ, લોકપ્રતિનિધિઓ અને શિક્ષણપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કોલેજના આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ વાચન કરી વર્ષ દરમ્યાન કોલેજે હાંસલ કરેલ શૈક્ષણિક, ક્રીડા, સાંસ્કૃતિક અને એન.એસ.એસ. ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. મહેમાનો ના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો, ટ્રોફીઓ. મેડલ અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, લોકનૃત્ય, ડાંગી નૃત્ય, મરાઠી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, નારી શક્તિ નૃત્ય તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆતો કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાને વખાણી હતી.
સમારંભ દરમ્યાન વાલી પ્રતિનિધિ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન અને અધ્યક્ષશ્રીએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં તાલુકાના શિક્ષણપ્રેમીઓ, આગેવાનો, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના આચાર્યશ્રી, પ્રાધ્યાપકમંડળ, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું હતું. કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન ડો. ધ્વનિ દેસાઇ અને ડો. પ્રફુલ કુરકુટિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સાંસ્કૃતિક સમિતિ ના અધ્યક્ષશ્રી પ્રા. જિગર પરમાર દ્વારા કરવામાં આવી હતી અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#KhergamCollege #AnnualFunction #PrizeDistribution #StudentAchievement #EducationEvent #AcademicExcellence #CulturalProgram #StudentTalent #AlumniMeet #ParentsMeet #HigherEducation #CollegeLife #YouthInspiration #Navsari #khergamnews #sbkhergam #khergamupdates



