એક સમયે છોટુ દાદા(શફીક નાટિયાલ)ની લોકો હાંસીમજાક ઉડાવતા, આજે જીવે છે આવું જીવન…

SB KHERGAM
0


એક સમયે છોટુ દાદા(શફીક નાટિયાલ)ની લોકો હાંસીમજાક ઉડાવતા, આજે  જીવે છે આવું જીવન…

આજના ટેકનોલોજીના યુગમાં ઘણા એવા લોકો છે જે યુ ટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા મારફત રાતોરાત ચર્ચામાં આવ્યા હોય જેમાં રાંનું માંડલ, ભુબન બાદમ બાદ શફીક છોટુનો પણ સમાવેશ થાય છે.

શફીક છોટુ ઉર્ફે છોટુ દાદા આજે યુ ટ્યુબનો એક જાણીતો ચહેરો બની ગયો તે હાલમાં પોતાની અલગ કોમેડી અને સ્ટાઈલ ને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા છે તેમની ઉંમર 32 વર્ષ જેવી છે જો કે તેમની હાઈટ નાની છે. જે નાના બાળકોનો પ્રિય ચહિતો ચહેરો છે.

૨૫ નવેમ્બર ૧૯૯૧માં મહારાષ્ટ્રના માલેગાંવમાં જન્મેલા શફીક છોટુ ને પોતાની વિકલાંગતાને કારણે કાયમ મજાક બનતા હતા .જો કે વાત કરીએ તેમના કરિયર વિશે તો ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭માં તેમણે યુ ટ્યુબર વસિમના એક વીડિયોમાં છોટુ હલ્કાનું પાત્ર નિભાવ્યું હતું.

જે બાદથી તેમને સોશિયલ મીડિયા પર પુષ્કળ લોકપ્રિયતા મળી. હાલમાં તે અનેક શોર્ટ ફિલ્મમાં પણ કામ કરતા જોવા મળે છે હાલમાં તેમની યુ ટ્યુબ પર ૩૩ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર છે. જો કે તેઓ હાલમાં શોર્ટ ફિલ્મમાં કામ કરવાના ૧ લાખ થી ૧.૫ લાખ રૂપિયા ફી લે છે.

વાત કરીએ તેમની ઊંચાઈ વિશે તો તેમની ઊંચાઈ ૪ ફૂટ ૨ ઇંચ છે. વાત કરીએ તેમને ફેવરિટ કલાકારો વિશે તો તેમને સલમાન ખાન ખૂબ જ પસંદ છે. યુ ટ્યુબમાં તે કૈરી મીનાટીના ચાહક છે. છોટુ દાદાનો સૌથી લોકપ્રિય વીડિયો છોટુ કે ગોલગપ્પે છે તેમાં ૧ બિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top