પણંજ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.
તારીખ :૧૬-૧૦-૨૦૨૩નાં દિને પણંજ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.
તેમનું પ્રાથમિક શિક્ષણ ઝેરી પ્રાથમિક શાળા, તા. વાંસદામાં માધ્યમિક શિક્ષણ પ્રતાપનગરમાં અને પી. ટી. સી. કોલેજ રાજકોટ મુકામે પૂર્ણ કરી જુલાઇ ૧૯૮૫થી શિક્ષિકા તરીકે પવિત્ર વ્યવસાયની શરૂઆત કર હતી.
તેઓ સૌ પ્રથમ પ્રાથમિક શાળા ડુમસ-૩ જિ. સુરતમાં જોડાયા હતાં ત્યાર બાદ વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી તેમના જીવનના મહામૂલ્ય વર્ષો પવિત્ર વ્યવસાયમાં સમર્પિત કર્યાં.
તેઓ નિયમિતતા, કર્તવ્યનિષ્ઠા, વ્યવહાર કુશળતા, ઉદારભાવ, મિલનસાર સ્વભાવ, સર્વ પ્રત્યેનો વાત્સલ્ય ભાવ જેવા સદગુણોથી શૈક્ષણિક, સામાજીક સાંસ્કૃતિક, પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યાં. તેમણે સેવાકાળ દરમ્યાન તેમની શકિત સુઝા પ્રતિભા અને જ્ઞાન દ્વારા બાળકોના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો પ્રદાન અવિસ્મરણીય સેવા આપી હતી. તેઓ સહ કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમનું નિવૃતિમય શેષજીવન દીર્ઘાયુ. નિરામય, સદાય સ્વસ્થ તેમજ પારાવારિક સુખ શાંતિથી સમૃધ્ધ રહે. એવી શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ બીઆરસીશ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ, તોરણવેરા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી અનિલભાઈ પટેલ, એસએમસીનાં અધ્યક્ષ તથા સભ્યો, ગ્રામજનો,વાલીઓ અને આમંત્રિત મહેમાનો, મિત્રમંડળ, શિક્ષકો, શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.