પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી તથા પૂર્વ સીઆરસી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો.

SB KHERGAM
0

  


પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી તથા પૂર્વ સીઆરસી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો.

તારીખ : ૨૦-૧૦-૨૦૨૩નાં દિને પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. તેમનો જન્મ તા.૦૧/૦૬/૧૯૬૫ ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સતાડિયા ગામે સંસ્કારી અને પરિશ્રમી પરિવારમાં થયો હતો. બાલ્યકાળનાં શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.

તેમણે તારીખ ૨૩/૦૯/૧૯૯૧ના રોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ધરમપુર પ્રાથમિક શાળામાં પ્રથમ નિમણુંક મેળવી ૧૩ વર્ષ ૧૦ માસ ૨૪ દિવસ સેવા બજાવી હતી. ત્યારબાદ નવસારી જિલ્લામાં તારીખ ૧૮/૦૮/૨૦૦૫ થી ઉપલી બેજઝરી ફળિયા પ્રાથમિક શાળામાં ૧ વર્ષ ૨ માસ ૨૧ દિવસ સેવા બજાવી અને આછવણી મુખ્ય પ્રા.શાળામાં ૪ વર્ષ ૧૦ માસ ૨૬ દિવસ સેવા બજાવી અને સી.આર.સી. આછવણીમાં ૫ વર્ષ ૬ માસ ૩ દિવસ સેવા આપી અને ઉચાબેડા વાડ પ્રા.શાળામાં ૩ વર્ષ ૭ માસ ૨૩ દિવસ સેવા બજાવી અને પાણીખડક પ્રા. શાળામાં ૨ વર્ષ ૧૦ માસ ૨૬ દિવસ સેવા આપી આમ કુલ ૩૨ વર્ષ ૧ માસ ૮ દિવસ શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત રહી બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો.જેની કદર સ્વરૂપે  શાળાના વિધાર્થીઓ,વાલીઓ તથા શિક્ષકગણ  તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું.

“જીવનની સાચી સંસ્કારિતા શિક્ષણમાં જ રહેલી છે'. એ સૂત્રને ચરિતાર્થ કરતાં શિક્ષણક્ષેત્રે સેવા બજાવી તેમણે શાળારૂપીબાગમાં બાળરૂપી પુષ્પો ખીલવવા ઉત્તમ શિક્ષણકાર્ય કરી કલ્પવૃક્ષો તૈયાર કર્યા છે. 

      તેમનાં કાર્યકાળ દરમ્યાન તેમણે હજારો બાળકોના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથર્યો. શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ સાથે જીવનની કેળવણીના પાઠો ઉત્તમ સંસ્કારોનું સિંચન,સત્ય, સદાચાર,વિનય, વિવેક જેવા ગુણોનું સિંચન કર્યું. 

                 આ પ્રસંગે આજના નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમના પ્રમુખ, એસએમસીના શિક્ષણવિદ્દ અને નિવૃત્ત શિક્ષક મણીભાઈ દેસાઈ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષશ્રી જગદીશભાઈ દેશમુખ, ચીખલી તાલુકા પૂર્વ બીઆરસી રમેશભાઈ પટેલ, રાજકોટથી પધારેલ મુખ્ય મહેમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વિમલભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બીઆરસી સ્ટાફ ભાવેશભાઈ પરમાર તથા આશિષભાઈ પટેલ, ગ્રામજનો, વાલીઓ, શાળા પરિવાર, આમંત્રિત મહેમાનો, સગાસંબંધીઓ, મિત્રમંડળ, શિક્ષકો તથા મુખ્યશિક્ષકો, ઉપસ્થિત રહી શ્રી કાંતિલાલ પટેલનું શેષ જીવન તેમના પ્રિય પરિવાર સાથે સુખ, શાંતિ, સ્નેહ અને સમૃધ્ધિથી  વ્યતિત થાય અને સમાજ અને કુટુંબના કાર્ય માટે સહયોગી બની રહે એવી હાર્દિક  શુભકામનાઓ પાઠવવામાં આવી.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top