July 27, 2023
0
તારીખ ૨૭-૦૭-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે સી આર સી કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન સ્પર્ધા, સંગીત સંમેલન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાનો સમાવેશ થાય છે.
આ વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૧૧ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં વાર્તા કથન સ્પર્ધા ધોરણ ૧,૨ માં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નાયસા ભાવેશભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વાર્તા કથન ધોરણ -૩ થી ૫ ધ્રુવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વાર્તા લેખન સ્પર્ધા ધોરણ ૬થી૮ એની મુકેશભાઈ પટેલ વાવ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
જ્યારે ધોરણ ૬ થી ૮નાં કલા ઉત્સવમાં ૫ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં સંગીત વાદન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પ્રીતમ અશ્વિનભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સિયા અનિલભાઇ પટેલ પ્રથમ ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નિયતિ મનોજભાઈ પટેલ પ્રથમ ક્રમાંક અને ચિત્ર સ્પર્ધામાં વાવ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની વૃતિ અનિલભાઇ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જે પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના કલા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેશે.
Share to other apps