જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા ડી.ડી.ઓ મેડમની અધ્યક્ષતામાં સ્નેહા પ્રોજેકટ અંતર્ગત માર્ગદર્શન મિટિંગ યોજાઈ..

SB KHERGAM
0

  


તારીખ 08-07-2023નાં દિને જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પાલતા મેડમની અધ્યક્ષતામાં સ્નેહા પ્રોજેકટ અંતર્ગત માર્ગદર્શન મીટીંગ યોજાઈ.

આ કાર્યક્રમ જે શાળામાં ધોરણ 8 માં દશ કરતાં વધુ સંખ્યા હશે તે શાળાનો સમાવેશ કરવામાં આવશે.નવસારી જિલ્લાની કુલ 212 શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ કાર્યક્રમ માટે 41 અઘિકારીની લાયઝન તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોડલ અધિકારી તરીકે જે તે શાળાનાં શિક્ષિકા બહેનોનો સમાવેશ કરવાનો રહેશે. જેમની નિગરાની હેઠળ  અઠવાડિયાના ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્ર એમ ત્રણ દિવસ તાલીમ યોજાશે.

આ કાર્યક્રમ 12 જુલાઈથી 8 ડિસેમ્બર એમ 6 માસનો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, બેંક વિભાગ, આરોગ્ય વિભાગ તરફથી અધિકારીઓ કે કર્મચારીઓ જોડાશે અને કિશોરીઓને તાલીમ આપશે. 

આ કાર્યક્રમ સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ એપ દ્વારા હાજરી પુરાશે. યોજના અંતર્ગત મોનીટરીંગ અને સંકલન રિપોર્ટની એપમાં એન્ટ્રી કરવાની રહેશે. દરેક સેશનમાં પ્રિ.ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ લેવામાં આવશે.  જેવી બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પાલતા મેડમ,નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ, દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લાનાં તમામ બી.આર.સી. ઓ તથા સી.આર.સી.ઓ, મુખ્ય શિક્ષકો અને જિલ્લા તથા તાલુકા શિક્ષક સંઘનાં હોદ્દેદારો હાજર રહ્યા હતાં. 

એ પ્રોગામના અમલીકરણ માટે ચીખલી તાલુકાને યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે બદલ પ્રોગ્રામની સફળતા  માટે ચીખલી તાલુકાના  BRC co., CRCCo, તાલુકા સંઘના તમામ હોદ્દેદારો, અને શિક્ષકોનો ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ પટેલ હૃદયથી આભાર  વ્યક્ત કરે છે.  

સ્નેહા પ્રોજેક્ટનાં અમલીકરણમાં સામેલ તમામ મુદ્દાઓ 

પ્રોજેકટ સ્નેહાના હેતુઓ :-

 કિશોરીઓ સ્વની ઓળખ કરાવવી.

જીવનમાં શિક્ષણનું મહત્વ સમજે અને શિક્ષણ મેળવે.

આરોગ્ય વિષયક જાણકારી મેળવે અને આરોગ્ય તપાસ થાય.

પોતાના રોજિદા ખોરાકમાંથી મળતા પોષક તત્વોની જાણકારી મેળવે અને ઉપયોગમાં લઇ શકે.

>આત્મનિર્ભર થવા માટેના કૌશલ્યોનો વિકાસ થાય.

>કાયદાકીય જ્ઞાન મેળવે અને પોતાના અધિકારોની જાણકારી મેળવે.

→ જાહેર સેવાઓની મુલાકાત લઇ નિર્ભય બને.

પ્રોજેકટ સ્નેહાના ઉદેશ્યો :-

કિશોરીઓને શારિરીક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો.

પોષણનો શારિરીક દરજ્જો સુધારવાનો.

નિષ્ણાંત ડોકટર દ્રારા આરોગ્યલક્ષી સેવાઓ અને સમજ આપવાનો.

નિષ્ણાંતો દ્વારા કાયદાકીય જ્ઞાન આપવાનો.

જીવનકૌશલ્યની તાલીમ દ્રારા આત્મનિર્ભર બનવાનો અને સ્વાભિમાન કેળવવાનો.

રાષ્ટ્રને ઉપયોગી થવાના કૌશલ્ય કેળવવાનો.

૧. સ્વની ઓળખ :-

-: પ્રોજેકટ સ્નેહા માટેના વિવિધ પાસાઓ :-

મારું નામ........ અને મને ગમે છે.

સૌથી પહેલા સ્વને પ્રેમ કરો 

કિશોરીઓની સમસ્યા,સમાધાન અને લાગણીની ઓળખ

મારી વ્યકિતગત ઓળખ

કુંટુબ અને મિત્રોની ઓળખ

હરવા-ફરવાની સ્વતંત્રતા

કામકાજમાં ભાગીદીરી

નાની ઉંમરે લગ્ન ન કરવા

નેતૃત્વ, ગતિશીલતા વિચારધરાની સ્વની ઓળખ

૨. શિક્ષણ :-

શિક્ષણ શુ મેળવ્યું છે.?

પ્રાયમરી/અંગ્રેજી શિક્ષણ

કોમ્પ્યુટર જાણકારી અને શિક્ષણ

શાળાએ ન જતી કિશોરી શાળા કેમ છોડી દીધી કારણો જાણવા હવે ક્યું શિક્ષણ લેવા માગે છે.?

૩. આરોગ્ય વિષયક શિક્ષણ અને હાલ કિશોરીઓનું શારીરિક આરોગ્ય સ્થતિ :-

હિમોગ્લોબીન (એનિમિયા)

BMI (વજન/ઉંચાઈ)

નિષ્ણાંત ર્ડા દ્રારા સેમિનાર(ગાયનોકોલોજીસ્ટ તેમજ MD ર્ડા દ્રારા

આરોગ્ય શિક્ષણ (હાથ ધોવાની સાચી રીત) 

૪. પોષણ :-

રોજિંદા જીવનમાં કેવો ખોરાક લે છે.? (અલ્પખોરાક,અતિખોરાક)

સમતોલ આહાર

શરીરને શકિત આપતો ખોરાક

૫. જીવન કૌશલ્ય :-

ITI- કૌશલ્ય

સિવણ

કોમ્પ્યુટર

બ્યુટીપાર્લર

હુન્નર ઉધોગ (સાડી ભરત)/સેનેટરી પેડ/બોલપેન/વેસ્ટમાંથી બેસ્ટ/અથાણાં-પાપડ/મરી-મસાલા)

શરીરને વૃધ્ધિ અને વિકાસ વધારતો ખોરાક

બીમારીથી બચાવનારો ખોરાક

લોહીને લાલ બનાવનારો ખોરાક

૬. તરુણીઓ માટેના મહત્વના અધિકારો અને કાયદાઓ વિષય અગત્યના અધિકારો :-

સમાનતાનો અધિકાર

સ્વતંત્રતાનો અધિકાર

માહિતીનો અધિકાર

જીવન તથા વ્યકિતગત સ્વતંત્રતાનો અધિકાર

મતાધિકાર

શિક્ષણનોઅધિકાર 

અગત્યના કાયદાઓ

બાળલગ્ન પ્રતિબંધન ધારો

બાળ મજૂરીનો કાયદો

ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટેનો અભિનિયમ

૭. શારીરિક કસરતો :-

દહેજ પ્રતિબંધન ધારો

ઘરેલુ મારપીટ અંગેનો કાયદો

ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ પ્રતિબંધ ધારો

શારીરિક કસરતનું મહત્વ

યોન-ધ્યાન તથા શારીરિક કસરતો દ્રારા તણાવમુક્ત થવાનું મહત્વો જરૂરિયાત

યોન અને ધ્યાન શીખવા માટેના ઉપાયો

રોજીદા જીવનમાં યોગ ધ્યાનનો સમાવેશ

૮. જાહેર સેવાઓની મુલાકાત :-

પોલીસ સ્ટેશન/આરોગ્ય કેંદ્ર/બેંક/પોસ્ટ ઓફિસ/ગ્રામ પંચાયત/જિલ્લા પંચાયત કચેરી/તાલુકા

પંચાયત કચેરી/કોલેજ-સ્કૂલ/સુરક્ષાઓની ઓફિસ/મામલતદાર કચેરી/NGO

૯. સોશીયલ મીડીયા વિષેની સમજ :-

૧૦. સામાજીક ફિલ્મ- પ્રર્દશન નિર્દેશન દ્વારા સમજ :-

૧૧. લોકપ્રિયતા મેળવેલ ભારતીય મહિલાઓની સફળતાની ગ્રાથાઓની ચર્ચા 

* સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનાર કામગીરી
> પ્રોજેકટ સ્નેહા અંતર્ગત નવસારી જિલ્લાની ૩૨ હાઈસ્કુલમાં અંદાજીત ૩૮૦૦ કિશોરીઓને આવરી લીધેલ છે.
> ૨૩,૫૬૦ કિશોરીઓની આરોગ્ય તપાસ અને ડીજીટલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.
તમામ એનીમિક કિશોરીઓના પોષણ માટે પણ વિવિધ પ્રકારના આરોગ્યવર્ધક ખોરાક સંબંધે સમજ આપી હિમોગ્લોબીનમાં વધારો કરી
કિશોરીઓને એનીમિયામુક્ત કરવામાં આવશે.
> કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ, ઇંગલીશ, વોકેશનલ, સીવણ, ભરત-ગૂંથણ, સાડી-ભરત, સેનેટરી પેડ બનાવવા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું,
અથાણાં-પાપડ બનાવવા જેવી કૌશલ્યવર્ધક તાલીમો જુદા-જુદા તજજ્ઞો દ્વારા અઠવાડિયામાં ૩ દિવસ આપી પગભર કરી આત્મનિર્ભર બનાવી સમાજમાં એક વ્યક્તિગત ઓળખ ઉભી કરે એવા પ્રયત્નો કરવામાં આવનાર છે. તથા તાલીમ દરમિયાન કિશોરીઓને પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે. ૪૩૫ જેટલી શાળા છોડી દીધેલ કિશોરીઓને ધોરણ 10 અને ધોરણ 12 માટે ઘરે રહીને પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા કરી જીવનમાં એક આદર્શ મુકામ હાંસલ કરે એવો એક સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવશે.
→ કિશોરીઓને સ્વરક્ષણની તાલીમ આપી શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવામાં આવશે જેથી કુટુંબ કે સમાજમાં આકસ્મિક ઘટનાઓના સમયે ડરી જવાને બદલે એવી પરિસ્થિતિમાં નીડરતાથી સામનો કરી પોતાનો તેમજ અન્યનો સ્વબચાવ કરી શકે.

આમ પ્રોજેકટ સ્નેહા દ્વારા નવસારી જિલ્લાની કિશોરીઓ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી શિક્ષિત, તંદુરસ્ત, નીડર, નિર્ભીક, સ્વસ્થ, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર બને એવો સર્વાંગી વિકાસ થશે જેના થકી આવનારા આદર્શ ભારત માટે આપણા જિલ્લો પોતાનું મહત્તમ યોગદાન આપી શકશે. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top