ખેરગામ તાલુકાની જુની ભૈરવી પ્રાથમિક શાળામાં PM પોષણ યોજનાના ભોજનની ગુણવત્તા ચકાસણી કરાઈ.

SB KHERGAM
0

   

ખેરગામ તાલુકાની જુની ભૈરવી પ્રાથમિક શાળામાં PM પોષણ યોજનાના ભોજનની ગુણવત્તા ચકાસણી કરાઈ.



ખેરગામ, તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬:
ખેરગામ તાલુકાની જુની ભૈરવી પ્રાથમિક શાળામાં આજે તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ PM પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા અલ્પાહાર તથા મધ્યાહન ભોજનના સ્વાદ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ઇન્ચાર્જ નાયબ મામલતદારશ્રી (મધ્યાહન ભોજન યોજના), મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝર, ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી નવસારી, ન્યુટ્રીશનિસ્ટશ્રી નવસારી, સરપંચશ્રી, SMC અધ્યક્ષશ્રી તથા SMC સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુની ભૈરવી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ ૧ થી ૫ સુધી કુલ ૩૧ બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી આજે ૨૭ બાળકો હાજર રહ્યા હતા અને તમામ ૨૭ બાળકોએ PM પોષણ યોજનાનો લાભ લીધો હતો.


આજે અલ્પાહારમાં બાળકોને સીંગ અને ચણા આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ તથા પદાધિકારીઓ દ્વારા અલ્પાહારનું ટેસ્ટિંગ કરી તેના સ્વાદ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.

મધ્યાહન ભોજનમાં મેનુ મુજબ વેજીટેબલ રાઇસ, દાળ તડકા અને વેજીટેબલ થેપલા આપવામાં આવ્યા હતા. મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ઇન્ચાર્જ નાયબ મામલતદારશ્રી, મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝર, ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી, ન્યુટ્રીશનિસ્ટશ્રી, SMC અધ્યક્ષશ્રી, SMC સભ્યશ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી દ્વારા ભોજનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.


ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે મધ્યાહન ભોજન શાળામાં સવારે ૧૧:૩૦ કલાકે પહોંચાડવામાં આવે છે અને બાળકોને બપોરે ૧:૫૦ કલાકે ભોજન આપવામાં આવે છે. શાળાના તમામ બાળકો PM પોષણ યોજનાનો લાભ લે છે. ચકાસણી આશરે ૧:૨૦ કલાકે કરવામાં આવી હતી.


ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી નવસારી દ્વારા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષકશ્રીને MDM કેટેગરી અંતર્ગત FSSAI રજીસ્ટ્રેશન વહેલી તકે મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત ભોજનને જમીનથી ઉપર, દિવાલથી દૂર, ભેજ અને ગંધ રહિત સ્વચ્છ સ્ટોર રૂમમાં હાઇજેનિક પરિસ્થિતિમાં, કુક-કમ-હેલ્પરની દેખરેખ હેઠળ રાખવા સૂચના આપવામાં આવી હતી. ભોજન પીરસતા કુક-કમ-હેલ્પરનો દર છ મહિને મેડિકલ રિપોર્ટ કરાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top