નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનને સફળતા

SB KHERGAM
0

 નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનને સફળતા

નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લામાં શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવાના હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયો હતો. નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અભિયાનની કામગીરી રજૂ કરવામાં આવી હતી.

છેલ્લા ચારથી પાંચ મહિનામાં જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગના સંકલિત પ્રયાસોથી ૪,૦૭૩ બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો છે. ઉપરાંત ૧,૨૦૦થી વધુ યુવાનોને ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડવામાં આવ્યા છે.

મંત્રીશ્રીઓએ બાળકોના શિક્ષણમાં પરિવાર, શિક્ષકો અને સમાજની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. બાકી રહેલા ડ્રોપઆઉટ બાળકો સુધી પહોંચવા ઘર-ઘર સંપર્ક અને વિશેષ ઝુંબેશ હાથ ધરાશે.

કાર્યક્રમ દરમિયાન પુનઃપ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ તથા અભિયાનમાં કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.










Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top