ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

SB KHERGAM
0

    ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.



ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રી કે. એમ. પટેલ સાહેબ, લાયઝન અધિકારીશ્રી ટીનાબેન પટેલ તથા સી.આર.સી. વૈશાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાનાં નાનાં ભૂલકાંને શાળામાં પ્રવેશ અપાવી તેમનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ 100 ટકા વાર્ષિક હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.


કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓએ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.


કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્યશ્રી મનોજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ શાળાના શિક્ષકશ્રી વિમલભાઈ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top