ખેરગામના સરસિયા ફળિયામાં વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું.
ખેરગામ તાલુકાના સરસિયા ફળિયા ખાતે મુકેશભાઈ ગુલાબભાઈ પટેલના ઘર નજીક તારીખ 11/03/2026ના રોજ ગટરનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યથી વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર થવાની સાથે સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રીશ્રી વિજયભાઈ રાઠોડ, ખેરગામ ભાજપ આગેવાન મુકેશભાઈ ગુલાબભાઈ પટેલ, તાલુકા સભ્યપતિ મુકેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામપંચાયતના માજી સભ્યશ્રી સુરેશભાઈ તેમજ સરસિયા ફળિયાના વડીલશ્રી જીણાકાકા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સરસિયા ફળિયાના વિજયભાઈ, અજયભાઈ, વિનોદભાઈ તેમજ ફળિયાની બહેનો સહિત સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિકાસ કાર્યને આવકાર્યું હતું. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે આવા કાર્યો સતત આગળ વધારવામાં આવશે.


