ખેરગામમાં ઉજવાયો CRC કક્ષાનો સર્જનાત્મકતા અને કલાનો ઉત્સવ
ખેરગામ સી.આર.સી. ખેરગામ ખાતે આજરોજ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ-૨૦૨૫-૨૬ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેરગામ crcની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્રકળા, બાળકવિ, હળવું કંઠ્ય સંગીત તેમજ તાલવાદ્યોની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
વિજેતા વિદ્યાર્થીઓ:
ચિત્ર સ્પર્ધા- પ્રથમ : નિયતિ મહેન્દ્રકુમાર પટેલ (ધો.૮)
- કન્યા પ્રા.શાળા, ખેરગામ

બાળકવિ સ્પર્ધા
પ્રથમ : ફેની અશોકભાઈ પટેલ (ધો.૮)
- વાડ ઉતાર ફળિયા પ્રા.શાળા
- પ્રથમ : ધ્રુવી વિપુલભાઈ પટેલ (ધો.૮)
- ખાખરી ફા. પ્રા.શાળા, ખેરગામ
- પ્રથમ : મલય ગોવિંદભાઈ પટેલ (ધો.૮)
- કુમાર પ્રા.શાળા, ખેરગામ
આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર સાહેબ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, સી.આર.સી. ઈન્ચાર્જ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત નિર્ણાયકો, શિક્ષકો અને સ્પર્ધક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં તાલુકા કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
આ કાર્યક્રમનું આયોજન સી.આર.સી. ખેરગામના સંકુલના શિક્ષકોના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.





