ખેરગામ: ભસ્તા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા આદિવાસી બિગ બોસ રબરબોલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025
ખેરગામના ભસ્તા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા આદિવાસી બિગ બોસ રબરબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ખેરગામના યુવાનો પ્રતિક પટેલ, અંકુર રાઠોડ, કિશન રાઠોડ અને સુભાષ પટેલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ રામેશ્વર ઇલેવન અને બિરસા ઇલેવન વચ્ચે રમાઈ, જેમાં બિરસા ઇલેવને પ્રથમ બેટિંગ કરી 8 ઓવરમાં 90 રનનો ટાર્ગેટ આપ્યો. રામેશ્વર ઇલેવને આ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો.
વિજેતા અને રનર્સ-અપ ટીમોને ખેરગામના ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, આદિવાસી અગ્રણી ડો. દેવેન્દ્ર માહલા, સુમિત્રાબેન, આશિષ પટેલ, અનુરાગ પટેલ, જીગ્નેશ પટેલ, મહિન્દ્ર પટેલ, પારડી ડુંગરીના સરપંચ રવીન્દ્ર પટેલ, પંકજ પટેલ અને અંકિત આહિર સહિતના આદિવાસી અગ્રણીઓએ આદિવાસી પરંપરા મુજબ ટોપી પહેરાવી, રોકડ રકમ અને ટ્રોફીનું વિતરણ કર્યું.