ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ.

SB KHERGAM
0

  ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ.

ખેરગામ તાલુકામાં 2024-25 શૈક્ષણિક વર્ષ માટે ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત બાળવાર્તા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મમાસ નવેમ્બરથી રાજ્યવ્યાપી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ખેરગામ તાલુકામાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેરગામ, શામળા ફળિયા, બહેજ , પાટી અને પાણીખડક સી.આર.સી.નાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તબક્કાવાર સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ 1-2)

પ્રથમ ક્રમાંક – શાનવી ઉદયભાઈ પટેલ (ધોરણ -૧) (નાંધઈ પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – દિયાંશી બિપીનભાઈ માહલા (ધોરણ -૧) (જામનપાડા પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – રીતી ભાવિનભાઈ આહિર ( ધોરણ -૧) (બહેજ પ્રા. શાળા)

પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3-5)

પ્રથમ ક્રમાંક – રૂહી અરૂણભાઈ પટેલ (ધોરણ -૩) (જામનપાડા પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – ભવ્યા વિપુલકુમાર પટેલ (ધોરણ -૩)  (બહેજ પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – મેરીલ નિર્લેપભાઈ પટેલ (ધોરણ  -૪) (પાણીખડક પ્રા. શાળા)

મિડલ સ્ટેજ (ધોરણ 6-8)

પ્રથમ ક્રમાંક – નિયતિ મનોજભાઈ પટેલ (ધોરણ -૮) (નાંધઈ પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – ધ્રુવી નટુભાઈ ગરાસિયા (ધોરણ -૭) (કાકડવેરી પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – કેની નરેશભાઈ પટેલ ( ધોરણ -૮) (વિધામંદિર પણંજ પ્રા. શાળા)

તાલુકા કક્ષાએ વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહીત કરવા માટે ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ પટેલ,તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખજાનચી પરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા બી.આર.પી શ્રીમતી નિમિષાબેન આહીર, પાટી/શામળા ફળિયા સી.આર.સી. શ્રીમતી ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી. શ્રીમતી વૈશાલીબેન સોલંકી સહિત નિર્ણાયકો, સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા.

ભાગ  લીધેલ તમામ સ્પર્ધકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને આગલા તબક્કાની તૈયારી માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાયું.આ સ્પર્ધા દ્વારા ખેરગામના બાળકોમાં ભાષા અને સર્જનશીલતા પ્રત્યેનો રસ વધ્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top