Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

SB KHERGAM
1 minute read
0

 Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.


તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

            જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. 

                   હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.
                 આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top