Khergam:નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

SB KHERGAM
0

Khergam:નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો

ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.

ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ નિઃશુલ્ક રીતે મેળવી શકશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top