Khergam news : શ્રીરાધે ગરબા ક્લાસિસ ખેરગામ અને કલવાડા દ્વારા ગરબા સ્પર્ધા યોજાઇ.

SB KHERGAM
0

Khergam news : શ્રીરાધે ગરબા ક્લાસિસ ખેરગામ અને કલવાડા દ્વારા ગરબા સ્પર્ધા યોજાઇ.

વલસાડ જિલ્લાના અટગામ ગામના (શ્રી રાધે  ગરબા ક્લાસિસ સંચાલક) દંપતિ જીગરભાઈ પટેલ તથા  વિશાખાબેન પટેલ દ્વારા રૂપા ભવાની મંદિર બહેજ ખાતે ખેલૈયાઓની સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કલવાડા અને ખેરગામ મળી કુલ 100 જેટલાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો.જેમાં ખેરગામના સ્મિત પટેલ પ્રથમ, કલવાડાની દેવાંશી દ્વિતીય અને ખેરગામની મહેક તથા નારણપોર ગામનો સાહિલે તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. જેમને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

તે ઉપરાંત સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલૈયાઓને જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ આહીર, ગામનાં આગેવાન ગણેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી  અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. સ્પર્ધકોના વાલીઓ ઉપરાંત ખેરગામ વિસ્તારના લોકો આ સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top