Porbandar|Ranavav| Kutiyana: પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો

SB KHERGAM
0

  Porbandar|Ranavav| Kutiyana: પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો

નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, નશાબંધી વિષય વકૃત્વ, નિબંધ, રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરાયું 

દિકરીઓ આવનાર રક્ષાબંધન, જન્મ દિવસ, અન્ય તહેવારો/ઉત્સવમાં કોઇ ભેટ આપવાનું કહે તો પહેલા પ્રોમિશ કરાવી વ્યશન છોડવા બાબતની ભેટ માંગજો : અધિક્ષકશ્રી

પોરબંદર, તા. ૩૧ :

પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો.

અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ તેમજ આદર્શ નિવાસીશાળા (કન્યા) સ્કુલના સંયુક્ત ઉપક્રમે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, નશાબંધી વિષય વકૃત્વસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ નિવાસી શાળા પ્રિન્સીપાલ શ્રી એ.એમ કરમટાએ નશાબંધી ખાતાનો પરિચય આપી, નશાબંધી શા માટે અર્નીવાર્ય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શાળાના વિધાર્થીનીઓએ 'નશો નાશનું મુળ છે" "નશો બરબાદી નોતરે' જેવા વિષય ઉપર વક્રૃત્વ અને નિબંધ સ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કર્યા હતા. વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ યોજી હતી. નશાબંધી ખાતાના અધીક્ષક શ્રી પી.આર ગોહિલે ''વ્યશનમુક્ત ભારત અભિયાન' માં કેવી રીતે મદદ થઇ શકે તે અન્વયે જણાવ્યુ કે, દિકરીઓ આવનાર રક્ષાબંધન, જન્મ દિવસ, અન્ય તહેવારોમાં ઉત્સવમાં કોઇ ગીફ્ટ આપવાનું કહે તો પહેલા પ્રોમિશ કરાવી વ્યશન છોડવા બાબતની ગીફ્ટ માંગજો અને જીદ કરી આ ગીફ્ટ લેજો. દિકરી કેવી રીતે પરીવાર, કુટુંબને વ્યશન છોડાવે તેવા ઉદાહરણો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 વ્યશન કરવાથી નુકસાની વિશે સવિસ્તૃત માહિતી આપી હતી. અગાઉ આ સ્કુલ ખાતે નશાબંધી ખાતાએ જે કાર્યક્રમ કરવામાં આવ્યો, તેનું ફોલોપ લીધું હતું. અને હવે પછી તમામ વિધાર્થીઓને વ્યશન નહી કરવા તેમજ પરીવાર, પાડોશી, મિત્રો એમ કૂલ ૦૫ જણાને વ્યશન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા લેવવાડી હતી, અંતે સમગ્ર કાર્યક્રમમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને નશાબંધી ખાતા દ્રારા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન શાળાના વિધાર્થી બહેનોની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતું.

આ નશાબંધી કાર્યક્રમમાં નશાબંધી ખાતાના  તેમજ આદર્શ નિવાશી શાળાનો સ્ટાફગણ પણ હાજર રહ્યો હતો



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top