Khergam: ખેરગામ બજારનાં પ્રજાપતિ બુક સ્ટોર્સનાં માલિક ભરતભાઈ પ્રજાપતિની દિકરી નિલમબેન પ્રજાપતિએ પી.એચ.ડીની પદવી મેળવી.
ખેરગામના (પ્રજાપતિ બુક સ્ટોર્સ) ભરતભાઈ કરસનભાઈ પ્રજાપતિની પુત્રી અને વલસાડના ફલધરા ખાતે રહેતા નિરલકુમાર જીવણભાઈ પટેલની પત્ની નિલમબેને "ગ્રીન સિંથેસિસ ઓફ મેટલ નેનો પાર્ટીકલ્સ એન્ડ ઇટ્સ પોટેન્સિઅલ એપ્લિકેબીલીટી ઓન પ્લાન્ટ પેથોજન્સ” વિષય પર તૈયાર કરેલ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતે માન્ય રાખી તેઓને પી.એચ.ડી ની પદવી એનાયત કરી છે,
આ કાર્ય ખોલવાડ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો.આરતીબેન રાવલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. નિલમબેન પ્રજાપતિ હાલ શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર ખાતે ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.નિલમબેનને મિત્ર વર્તુળ તથા પરીવારજનોએ આ સિધ્ધી માટે અભિનંદન પાઠવી આવનારા દિવસોમાં વધુ સફળતાના શિખરો સર કરે એવી શુભકામના આપવામાં આવી હતી.