Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ

SB KHERGAM
0

 Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ


ગૉડલના લોહ લંગરીધામ આશ્રમના પ્રાંગણમાં ગવાઈ રહેલી 'માનસ રામકથા'ના છઠ્ઠા દિવસના પ્રારંભે ગોંડલના રાજવી નામદાર હિમાંશુસિંહજી વિદેશના પ્રવાસે હોય તેમના પ્રતિનિધિરૂપ રૂપે પધારેલા રાજેન્દ્રસિંહજીએ વ્યાસપીઠની વંદના કરીને રાજવી પરિવારનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

પુ. મોરારિબાપુએ છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ અને મહારાજા ભગવતસિંહજીને વૃક્ષો ખૂબ વહાલાં હતા. તેમના વૃક્ષપ્રેમને અનુમોદન આપવા માટે અને સમગ્ર જગતની સુખાકારી માટે ભારતની વસ્તીના કુલ ૧૦૦ કરોડ લોકો જો એક એક વૃક્ષ વાવે તો આપણે સમગ્ર પૃથ્વીને વધુ હરિયાળી બનાવી શકીએ. બાપુએ વ્યાસપીઠ પરથી પુ.સીતારામ બાપુ સમેત સૌને તે માટે વિશેષ વિનંતી કરી. તમામ કથા ફફ્લાવર્સને પણ વૃક્ષપ્રેમ માટે એક એક વૃક્ષ વાવવા અનુરોધ કયો.આ જ સંદર્ભમા બાપુએ કહ્યું કે સદભાવના નામની રાજકોટની સંસ્થા વૃદ્ધોની સેવા અને વૃક્ષોની ખૂબ સારી સેવા કરી રહી છે?. તેના માટે એક કથા પણ મેં આપેલી છે. તેમની પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ.

રામકથાના ક્રમમાં બાપુએ શિવ વિવાહની કથા અને પછી રામ જન્મોત્સવની કથાને આગળ વધારી હતી. રામનું મહત્વ અને શિવનું સતિ સાથેનું સ્નેહમિલન રસપૂર્ણ રીતે પ્રસ્તુત થયું હતું. કથાના પ્રારંભે સંચાલક શ્રી નીતિનભાઈ વડગામાએ રામકથાના પ્રસંગોને સાહિત્યની સાથે સરસ જોડ્યાં હતાં.

આજની કથામાં જગજીવનદાસજી મહારાજ -જુનાગઢ તથા અન્ય સંતો પણ ઉપસ્થિત હતાં.આખી કથા ખૂબ? ટુંકા સમયમાં આયોજિત કરાવવા બદલ જલિયાણધામ તથા ભરતભાઈનો વિશેષ ઉલ્લેખ કરી આભાર માન્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top