ગ્રીક દંતકથા ઉપરથી મેરેથોન શબ્દ આવ્યો.
મેરેથોન શબ્દ ગ્રીક દંતકથા ઉપરથી આવ્યો છે. જે જે ફેડિપિપીડ્સની સ્ટોરી છે. ૪૯૦ પૂર્વમાં મેરેથોનના મેદાનમાંથી એથેન્સ સુધી દોડીને ફારસી સેના સુધી યુનાનિયોના જીતના સમાચાર પહોંચાડવા માટે દોડ્યો હતો. આ સ્ટોરી પર આધારિત આ દોડ પહેલી વખત ૧૮૯૬માં ઓલિમ્પિકમાં રજૂ કરવામાં આવી હતી. ૧૯૨૪માં ઓલિમ્પિકમાં મેરેથોનનું અંતર ૪૨,૧૯૫ મીટર રાખવામાં આવ્યું હતું. ૧૯૮૪માં મહિલાઓને પણ મેરેથોનમાં જોડવામાં આવી હતી.
મેરેથોનના મુખ્ય ત્રણ પ્રકાર છે. હાફ મેરેથોન, મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન. આ ઉપરાંત ૧૦ કિલોમીટર અને સ્ટેજ દોડ પણ મેરેથોનમાં સામેલ છે. હાફ મેરેથોનમાં દોડવાનું સ્પોર્ટ્સ અંતર આશરે ૨૧.૧ કિમી.નું હોય છે. કેન્યા અને ઇથિયોપિયાની મહિલાઓ હાફ મેરેથોન દોડમાં સૌથી આગળ રહી છે.
અલ્ટ્રા મેરેથોનમાં ૪૨.૨ કિલોમીટર કે તેનાથી વધારે અંતર હોય છે. જ્યારે સ્ટેજ રેસ એક ફૂટ રેસ છે, જે એક કરતાં વધારે દિવસની હોય છે. સામાન્ય રીતે આ રેસને બે અથવા છ તબક્કામાં કવર કરવામાં આવે છે. મેરેથોનમાં જે તે આયોજક સમિતિનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. આ રેસમાં ભાગ લેવા માટે પ્રવેશપત્ર ભરવાનું હોય છે. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહેલાં પૂરતી તૈયારી કરવી પડે છે, એ રીતે મેરેથોનમાં પણ છે. તેથી મેરેથોનમાં ભાગ લેવો હોય તો છ મહિના પહેલાં તૈયારી શરૂ કરી દેવી જોઇએ. આહાર અને પૌષ્ટિક ભોજન લેવાનું શરૂ કરવું જોઇએ. દોડવાની પ્રેક્ટિસ અને દોડતી વખતે શરીર હાઇડ્રેટેડ રહે અને થાક ન લાગે એટલે એક અથવા બે ઘૂંટડા પાણી પીતાં રહેવું જોઈએ. દોડતી વખતે ઊંડા શ્વાસ લેવા જોઈએ.