મહાન અભિનેતા સંજીવકુમારની પુણ્યતિથિ
સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર અમર થઇ ગયું છે.
સંજીવ કુમારનો જન્મ ગુજરાતમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પિતૃક નિવાસ સુરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉધોગમાં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા.
સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષની આયુમાં એટલી ખૂબીથી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં. એમની ફિલ્મ ‘શોલે’ માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા અને ૧૯૮૫માં ૬ નવેમ્બરના રોજ હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું.