ભારતીય પરમાણુ ઊર્જા વૈજ્ઞાનિક : અનિલ કાકોડકર Anil Kakodkar

SB KHERGAM
0

 

અનિલ કાકોડકર 

પ્રખ્યાત પરમાણુ ઊર્જા વૈજ્ઞાનિક અનિલ કાકોડકરનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૪૩માં મધ્ય પ્રદેશ રાજ્યના બરવાની ગામમાં થયો હતો. મરાઠા પરિવારમાં જન્મેલા કાકોડકરના પિતાનું નામ પી. કાકોડકર તથા માતાનું નામ કમલા કાકોડકર હતું. 

તેમનાં માતાપિતાએ ભારતની આઝાદીમાં આગળ પડતો ભાગ લીધો હતો. અનિલ કાકોડકર ભણવામાં કુશળ હતા. પ્રાથમિક શિક્ષણ ગામમાંથી લીધા બાદ આગળનો અભ્યાસ કરવા મુંબઇ જતા રહ્યાં. 

તેમણે બોમ્બે વિશ્વવિદ્યાલયમાં મિકેનિકલ એન્જિનિયરીંગમાં બીઈ કર્યું. એ પછી ૧૯૬૪માં ભાભા એટમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયા. 

થોડાં વર્ષો ભાભા એટમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યા બાદ ઇંગ્લેન્ડ જતાં રહ્યા. ઇંગ્લેન્ડમાં ગુરુત્વ વિશ્લેષણમાં એમ.એસસી કર્યું. એમણે કરેલી શોધને લગતાં ૨૫૦ કરતાં વધારે વૈજ્ઞાનિક પત્ર અને રિપોર્ટ પ્રકાશિત થઇ ચૂક્યાં છે.

૧૯૯૬માં ભાભા એટમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક બન્યા. હોમી ભાભા પછી ડૉ. કાકોડકરે બીએઆરસીમાં સૌથી નાની ઉંમરમાં નિર્દેશક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું. આ ઉપરાંત તેઓ અનેક સંસ્થાઓના સદસ્ય અને અધ્યક્ષ પણ રહ્યાં. 

ભારતે બે વખત રાજસ્થાનના પોખરણમાં શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ કર્યું. આ શાંતિપૂર્ણ પરમાણુ પછી ભારત વિશ્વમાં પરમાણુ ઊર્જા સંપન્ન દેશોની યાદીમાં સામેલ થઈ ગયો. 

ભારતના પરમાણું ઊર્જા કાર્યક્રમના વિકાસમાં ડૉ. કાકોડકરનું યોગદાન રહ્યું. ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમની ઉન્નતિમાં તેમણે અનેક ઉત્કૃષ્ટ પગલાં લીધાં. 

બંધ પડેલાં કલપક્કમ અને રાવતભાટા સ્થિત પરમાણુ રિએક્ટરોને પુનર્જીવિત કરવામાં તેમનો બહુ મોટો ફાળો રહ્યો. 

ભારતીય રેલવે સુરક્ષામાં સુધારો કરવા તેમની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ ભારતીય રેલવે સુરક્ષામાં સુધારો કરવા સરકાર સામે અનેક રજૂઆત કરી હતી. 

ન્યૂક્લિયર વૈજ્ઞાનિક કાકોડકરને ભારત સરકારે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કર્યાં.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top