આદિવાસી સમુદાયમાં સાંસ્કૃતિક વારસારૂપે આદિકાળથી ધનતેરસ નહીં પરંતુ ધાન્યતેરસની ઉજવણી કરવાની પરંપરા.

SB KHERGAM
0

 

આદિવાસી સમુદાયમાં સાંસ્કૃતિક વારસારૂપે આદિકાળથી ધનતેરસ નહીં પરંતુ ધાન્યતેરસની ઉજવણી કરવાની પરંપરા.

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ઉજવી ધાન્યતેરસ

સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં દિવાળી પર ખરીફ પાકની લણણીની ઉજવણી.

દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી,ડાંગ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો સામાન્ય રીતે દિવાળી પહેલાની તેરસે ધનતેરસ નહીં પરંતુ ધાન્ય તેરસ ઉજવે છે. 

આ તહેવાર ખરીફ પાકની લણણીની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.આદિવાસી સમાજ સદીઓથી ડાંગર સહિતના પાકની લણણી સાથે ચંદ્ર અને સૂર્ય, જીવન ટકાવી રાખવાનાં સાધનો, સ્વરક્ષણનાં શસ્ત્રો અને પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે. 

આજે પણ દિવાળીના દિવસે દરેક ખેતરમાં, કૂવામાં, પશુઓને બાંધવાની જગ્યા, કોઠાર, ઘરનો દરવાજો, ઘર અને ગોયા (ફૂટપાથ)માં પણ દીવા પ્રગટાવવામાં આવે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં આદિકાળથી ચાલતી પરંપરા પ્રમાણે ધનતેરસે ધનની નહીં પરંતુ પ્રાકૃતિક ધાન્યની પૂજા સાથે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. 

આદિવાસી ખેડૂત પશુપાલકો પોતાના સાંસ્કૃતિક વારસારૂપે દિવાળી પહેલા ધાન્ય તેરસની ખૂબ જ શ્રદ્ધાભાવથી પૂજા કરતો આવ્યો છે.દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો આધુનિક હોવાના બહાને મોટા ભાગના લોકો હવે લક્ષ્મી પૂજન અને વિવિધ પ્રકારની મૂર્તિપૂજા કરવા લાગ્યા છે. 

પરંતુ આજે પણ આધુનિકતાના અજવાળે પણ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય આદિવાસી ખેડૂત પશુપાલકો પૂર્વજોથી ચાલતી નીતિરીતિ પ્રમાણે પ્રકૃતિ અને તેમના પૂર્વજોની જ પૂજા કરવાના ભાગરૂપે આ ધનતેરસે પણ લક્ષ્મીપૂજનની સાથે પ્રકૃતિ પૂજન સાથે ધાન્ય તેરસની પૂજા કરવામાં આવી હતી. 

ધનતેરસે વાનગીઓમા ઘઉંના લોટમાંથી બનેલી વાનગી. વડા, પકોડા, મિર્ચી વડા જેવી પરંપરાગત વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી. જે હવે ખીર-પૂરી અને ગુલાબ જામુન જેવી વસ્તુઓ દ્વારા બદલવામાં આવી રહી છે.


ચૌદશના દિવસે ઢોર પર હળવા નિશાન કરવાની પ્રથા.

દિવાળીના તહેવારોમાં ચૌદશનો દિવસ તેરસ કરતાં પણ વિશેષ માનવામાં આવે છે, વ્યક્તિ સવારે ઘરના દરવાજા પર દીવા પ્રગટાવે છે અને મરઘા, બકરાનું બલિદાન આપે છે. હળ સાથે જે લાકડું હોય છે એક નાનું લોખંડ વપરાય છે. જેને અલ્ટી કહેવામાં આવે છે. 

વિવિધ પ્રદેશોમાં તેના અલગ અલગ નામ છે અને ઢોર પર હળવા નિશાન બનાવવામાં આવે છે. તેને ગરમ કરીને એવું માનવામાં આવે છે કે આના કારણે પશુઓ બીમાર થતા નથી. આવા નિશાન ઘણા લોકોના હાથ પર જોવા મળે છે, જે ચૌદશના દિવસે જ લગાવવામાં આવે છે. 

મરઘા, બકરાના બલિદાન પછી જ ઢોરને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે, જોકે હવે બદલાયેલા સમયમાં આદિવાસી સમુદાયમાં શિક્ષણનું અને તેમાં પણ હવે ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. 

તેની સાથે સાથે આજના મોડર્ન અને ટેક્નોલોજીના જમાનાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતો આદિવાસી યુવા વર્ગ પણ ખૂબ જ જાગૃત બનીને અન્ય સમાજોની હરોળમાં લગભગ આવી ગયો છે. જેથી હવે સામાજિક સુધારણાના ભાગરૂપે પણ ગ્રામ્ય આદિવાસી સમાજના લોકોએ ચૌદશના દિવસે બલિદાન આપવાનું બંધ કરી દીધું છે. 

જોકે કેટલાક લોકો પોતાની રૂઢિ પરંપરા પ્રમાણે આ પ્રથાને અનુસરીને દિવાળીના તહેવારને પોતાની આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવાના ભાગરૂપે ઉજવી રહ્યા છે, તે પણ એક હકીકત છે. 

સૌજન્ય : સંદેશ ન્યૂઝ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top