સતત 9 માં વર્ષે જિલ્લામાં પ્રતિનિધિત્વ.
વાંસદા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 આંબાબારી પ્રાથમિક શાળા અને ગીરિજન આશ્રમશાળા અંબાબારી ખાતે તારીખ 12 થી 13 ઓકટોબર 2023 દરમ્યાન યોજવામાં આવ્યું.
વાંસદા તાલુકાના ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શને ખુલ્લુ મૂકવામાં આવ્યું.
આ વર્ષે રંગપુર પ્રાથમિક શાળાએ તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ 3 ખેતીમાં પોતાનું મોડલ ખેડૂત મિત્ર, વિભાગ 4 પરિવહન અને પ્રત્યાયન માં પોતાનું મોડલ સ્માર્ટ વેહિકલ અને વિભાગ 5 કોમ્પ્યુટેશનલ થીંકિંગમાં પોતાનું મોડલ કોમ્પ્યુટર કોડિંગ રજૂ કરેલ હતા. જેમાં વિભાગ 5 માં રંગપુર શાળાનું મોડેલ દ્વિતીય ક્રમાંકે પસંદગી પામેલ છે. વિભાગ 4 માં રંગપુર શાળાનું મોડલ દ્વિતીય ક્રમાંકે પસંદગી પામેલ છે. વિભાગ 3 માં રંગપુર શાળાનું મોડલ પ્રથમ ક્રમાંકે પસંદગી પામેલ છે જે હવે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વાંસદા તાલુકાનું પ્રતિનિધીત્વ કરશે. રંગપુર શાળા સતત 9 વર્ષ થી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વાંસદા તાલુકાનું પ્રતિનિધીત્વ કરી રહી છે. જે તબક્કે વાંસદા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી શ્રી હરિસિંહજી પરમાર સાહેબે શાળાના બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. રંગપુર શાળા પરિવાર, રંગપુર એસ.એમ.સી. પરિવાર અને ગ્રામ પંચાયત રંગપુર વતી વિજેતા બાળકોને ખુબ ખુબ અભિનંદન.