ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળાના શિક્ષક અમ્રતભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

SB KHERGAM
0

  


તારીખ:૨૧-૧૦-૨૦૨૩નાં દિને પાટી પ્રાથમિક શાળા તા.ખેરગામ,જિ.નવસારીનનાં ઉપશિક્ષકશ્રી અમૃતભાઈ ગુલાબભાઈ પટેલનો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો. જેમાં તેમને શાલ ઓઢાડી તથા સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

 તેઓ કાકડવેરી ગોડાઉન ફળિયામાં તા.૦૨/૦૬/૧૯૬૫માં જન્મીને શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તા.૧૩/૦૭/૧૯૯૦ ના દિને ખાતામાં દાખલ થઈ. પ્રથમ તેઓ ચીંચપાડા પ્રા.શાળા, તા.ધરમપુરમાં નિમણુંક મેળવી ૬ વર્ષ ૧૧ માસ સેવા બજાવી. તા.૧૪/૦૬/૧૯૯૭ થી સિદુમ્બર પ્રા.શાળામાં ૩ વર્ષ ૧૧ માસ સેવા બજાવી અને તા.૧૨/૦૬/૨૦૦૧ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી પાટી  પ્રાથમિક શાળામાં ૨૨ વર્ષ ૩ માસ અને ૧૯ દિવસ સેવા આપી.


તેમણે પાટી પ્રાથમિક શાળામાં આવી પ્રગતિના નવાં પીંછા ઉમેર્યા. શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો. શાળાની શૈક્ષણિક અને ભૌતિક પ્રગતિ માટે સતત ચિંતન કરતા. બાળકોને મા ના જેવો પ્રેમ,પિતાના જેવું વાત્સલ્ય, મિત્ર જેવો સ્નેહ અને શિક્ષક તરીકે શિક્ષકત્ત્વ અદા કરી સમાજમાં એક ઉત્તમ પ્રતિતી કરાવી, શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ સાથે જીવનની કેળવણીના પાઠો અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યુ. માનવ ઘડતરનું કામ કર્યુ,સત્ય સદાચાર, વિનય, વિવેક, નિયમિતતા,કાર્યનું પાલન જેવા ગુણોનું સિંચન કર્યુ, જેના કદર સ્વરૂપે શાળા અને ગ્રામજનોના સહયોગ દ્વારા નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી  રાજેશભાઈ પટેલ ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણ કાછ સાહેબ, નવસારી જિલ્લા આદિજાતિ ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર ભગુભાઈ બી. પટેલ, નિવૃત્ત બેંક મેનેજર રમેશભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રા . શિક્ષક સંધના સહમંત્રી ગોવિંદભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધના મહામંત્રી કિરીટભાઈ, સરપંચશ્રી  મહેન્દ્રભાઈ નાયક, નવસારી જિલ્લા સંધના પૂર્વ સહમંત્રી હરેશભાઈ નાયક, વડપાડા/તોરણવેરા/ નાધાઈના સરપંચશ્રીઓ, બહેજ કેન્દ્ર શિક્ષક  અલ્પેશભાઈ, સીઆરસી પાટીનાં  કો-ઓર્ડીનેટર ટીનાબેન પટેલ, ખેરગામ  તાલુકા પંચાયતનાં સદસ્ય વિપુલભાઇ, માજી તાલુકા સદસ્ય ઈશ્વરભાઈ, માજી તાલુકા સદસ્ય પાર્વતીબેન, માજી કેન્દ્ર શિક્ષકો, માજી સરપંચો,ગામના અનેક આગેવાનો, આમંત્રિત મિત્રમંડળ, સગાસંબંધીઓ, અને બાળકો સહિત ૧૦૦૦ જેટલા લોકોની ઉપસ્થિતિમાં આ વિદાય સમારંભ યોજાયો.

પરમકૃપાળુ પરમાત્મા  અમ્રતભાઈ પટેલ તથા તેમના પરિવારને નિરામય દીઘાર્યુ, સુખ, શાંતિ, સ્નેહ, અને સમૃધ્ધિ બક્ષે. તેમજ  હવે પછીનું  તેમનું શેષ જીવન સમાજના કાર્યોમાં સહયોગી બની રહે તેવા ઉપસ્થિત શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.








Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top