શેરડીના સાંઠાથી પ્રેક્ટિસ કરી ભાલાફેંકમાં રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જનાર અનુરાની.

SB KHERGAM
0

  

     Image credit: Hindustan Times.com

શેરડીના સાંઠાથી પ્રેક્ટિસ કરી ભાલાફેંકમાં રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જનાર અનુરાની.

સફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિ આપણને દેખાય છે પરંતુ તેણે વેઠેલો સંઘર્ષ આપણે જોઈ શકતાં નથી. ભાગ્યે જ કોઈ એવી મહિલા હશે જેને પોતાનાં સપનાં સાકાર કરવા સંઘર્ષ ન કર્યો હોય. હા, અમુક દીકરીઓને પરિવારનો સપોર્ટ મળે તો તેનો સંઘર્ષ થોડો ઓછો જરૂર થઇ જતો હોય છે. એમાંની એક અનુ રાની છે. તેણે હિંમત અને મહેનતથી પોતાનું ભાગ્ય બદલ્યું છે.

અનુ રાનીએ એશિયાઈ ખેલમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણ જીત્યો છે. પોતાના ચોથા પ્રયાસમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં તેણે ૬૨.૯૨ મીટર ભાલો ફેંક્યો હતો. અન્નુ એશિયાડમાં જેવલિન થ્રોમાં સુવર્ણ જીતનાર પહેલી ભારતીય મહિલા એથ્લિટ બની ગઇ છે. નવાઇની વાત તો એ છે કે સાત દાયકામાં પહેલી વખત એવું બન્યું છે કે એશિયાઈ રમતમાં મહિ હન મહિલાઓના ભાલાફેંકમાં કોઇ ભારતીય મહિલાએ સુવર્ણચંદ્રક જીત્યો હોય. જે ભારત માટે ગર્વની વાત છે.

Image credit: Jagaran.com

ઉત્તર પ્રદેશમાં સરઘનાના બહાદુરપુર ગામની અનુ રાનીને અહીં સુધી પહોંચવામાં અનેક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે, હું સ્પોર્ટ્સમાં જાઉં એ માટે પિતા રાજી નહોતા, પરંતુ મેં પિતાને મનાવવાનું ચાલુ રાખ્યું હતું. હું નાની હતી ત્યારે મારા મોટાભાઈ ઉપેન્દ્ર અને કાકાના દીકરાને રમતાં જોતી અને મને પણ તેમની સાથે રમવાની ઇચ્છા થઇ. મેં ભાઇઓ સાથે ક્રિકેટ રમવાનો પ્રયત્ન કર્યો. મારો થ્રો જોઇને ઉપેન્દ્રભાઇને લાગ્યું કે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકું એમ છું. તેમણે મારા વતી પિતાને આ અંગે જાણ કરી, પરંતુ પિતાએ મનેરમવાની ના પાડી દીધી.

અનુ રાનીના પિતા અમરપાલ સિંહે કહ્યું કે, મારે બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. એમાં અન્ સૌથી નાની છે. અન્તુ એકલી રમવા ક્યાં જશે? તેનો રમવાનો ખર્ચ ક્યાંથી કાઢીશ? કારણ કે હું બહુ નાનો ખેડૂત છું. મેં અનુને રમવાની ના પાડી છતાં મારો દીકરો ઉપેન્દ્ર અને રોજ સવારમાં છાનામાના ખેતરોમાં લઇ જતો અને શેરડીના સાંઠાનો ભોલો બનાવીને તેને પ્રેક્ટિસ કરાવતો. અન્ન પાસે બૂટ નહોતાં, એટલે તેને દોડવામાં તકલીફ પડતી હતી, એટલે ઉપેન્દ્ર પોતાનાં બૂટ તેને પહેરવા આપતો. બંનેના પગની સાઇઝમાં ખાસ કોઇ ફરક નહોતો એટલે અન્ન ભાઈનાં બૂટ પહેરીને દોડતી હતી. સ્કૂલમાં શિક્ષકોને તેની પ્રતિભાની ખબર પડી એટલે તેમણે મારી સમક્ષ અન્નુને રમવા દેવા વિનંતી કરી, મારે એમની વાત માનવી પડી. મને એવો ડર હતો કે દીકરીને રમવા માટે દૂર દૂર જવું પડશે, પરંતુ તે રમવામાં આટલી હોનહાર હશે એની મને ખબર નહોતી, તે રમતાં રમતાં ગામનું જ નહીં આખા દેશનું નામ રોશન કરશે અને આટલી આગળ વધી જશે એનો મને સપનેય ખ્યાલ નહોતો. અનુ માટે મને ગર્વ છે.

        Image credit: Jagaran.com 

અનુ કહે છે કે, મારી પાસે ભાલો ખરીદવાની વાત તો દૂર રહી પગમાં પહેરવા માટે બૂટ ખરીદવાના પૈસા નહોતા. લોકો પાસે ફાળો ઊઘરાવીને મેં બૂટ ખરીદ્યાં. કોચને પૈસા આપી શકું એટલી સારી અમારી આર્થિક સ્થિતિ નહોતી એટલે ભાઈ ઉપેન્દ્રએ અમારી ગામની સ્કૂલમાં સવાર-સાંજ મને તાલીમ આપવાનું શરૂ કર્યું. ભાઈને લાગ્યું કે હવે હું રમવા માટે એકદમ તૈયાર છું ત્યારે તેમણે વધુ અભ્યાસ માટે મને ગુરુકુળ પ્રભાત આશ્રમમાં જવા કહ્યું. ઘરેથી ૨૦ કિલોમીટર દૂર હોવાને કારણે અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં ટ્રેનિંગ લેવા જઇ શકતી હતી. પપ્પા ભાઈ- બહેન બંનેનો આર્થિક ખર્ચ ઉપાડી શકે એમ નહોતા એટલે ભાઈ ઉપેન્દ્રએ  સામેથી રમવાનો ત્યાગ કર્યો અને મને આગળ વધારવા બલિદાન આપ્યુ. આટલું ઓછું હોય એમ મુશ્કેલી મારી રાહ જોતી હતી. ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી તેના થોડા મહિના પહેલાં હું બહુ બીમાર પડી ગઇ અને સખત તાવને કારણે મારામાં અસહ્ય નબળાઇ આવી ગઇ. પરિણામે મારું એશિયન ગેઇમ્સમાં રમવાનું લગભગ કેન્સલ થઇ ગયું હતું. એના કારણે હું તાણ અનુભવી રહી હતી, પરંતુ અને હું સફળતા મેળવી શકી.

         Image credit : Jagaran.com

ભાઇએ અને મારા કોચે મારું મનોબળ વધાર્યું ગામ અને રૂઢિવાદી સમાજની સીમાઓને ઓળંગીને અન્નુ પોતાની મંઝિલ સુધી પહોંચી ગઈ. તેણે ભાલાફેંકમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક રેકોર્ડ બનાવ્યા. એટલું જ નહીં તેણે અનેક વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો. અનુઁ કહે છે કે, દરેક યુવતીએ જીવનમાં કંઈ કરી છૂટવાનું ઝનૂન કેળવવું જોઇએ જે તેને મંઝિલ સુધી લઇ જશે.

માહિતી સ્રોત : સંદેશ ન્યૂઝ (કોલમ - મહિલા જગત,  દેવલ થોરિયા) 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top