તારીખ :૨૩-૧૦-૨૦૨૩નાં દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અને આરતી ડીશ સજાવટની હરિફાઈ યોજાઈ. જેમાં શાળાના ધોરણ ૨થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ ફૂલના સજાવટ દ્વારા ડીશ સજાવી હતી. દરેક બાળકની આવડત અને કૌશલ્ય અનુસાર સજાવટ કરી હતી. ત્યારબાદ બાળકોએ ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. શાળા એવું સ્થાન છે, જ્યાં બાળક કશા રોકટોક વગર મન મૂકી પોતાની કળા પ્રદર્શિત કરી શકે છે. શિક્ષકો દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.