ચીખલીથી સુરગણા સુધી ૯૭ કીમી સીસીટીવી ફૂટેજ સર્વેલન્સ આધારે ચીખલી પોલીસની ટીમે ૧.૮૧ લાખની ૧૦ બાઈક સાથે ત્રણની ધરપકડ કરી હતી. જેમાં ચીખલીના ૭, બીલીમોરા, ધરમપુર અને વઘઇના ૧-૧ ચોરી નાં ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
આરોપીઓને કુનેહથી પકડી, ગુનેગારો ઉપર ધાક બેસાડી, પ્રજાનાં જાનમાલની રક્ષા કરી, પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની ઉત્તમ કામગીરી કરી હતી.
જેને પગલે રાજ્ય પોલીસ મહાનિદેશકે ચીખલી પીઆઇ બી.એમ.ચૌધરીને સર્વોત્તમ કામગીરી પ્રોત્સાહન રૂપે શુક્રવારે પ્રશંસાપત્ર એનાયત કર્યો હતો અને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. જેને પગલે તાલુકા, જિલ્લા પોલીસ બેડામાં આનંદ વ્યાપી ગયો હતો.
જ્યારે વાંસદા પોલીસ મથકના સિનિયર પોસઇ જે.વી. ચાવડાનું ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ, મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા સહિત સમાજ ઉપયોગી કામ માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી સ્રોત : ગુજરાત ગાર્ડિયન