October 25, 2023
0
તારીખ ૨૪-૧૦-૨૦૨૩નાં દિને ખેરગામ બજારના રામજી મંદિરે દશેરાના મેળો ભરાયો. જ્યાં સાંજે ૮-૦૦ કલાકની આસપાસ રાવણના પૂતળાનું દહન કરાયું હતું. ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં દર વર્ષેની જેમ પરંપરાગત દશેરા નિમિત્તે ખાસ મેળાનું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું,
જેમાં હજારોની સંખ્યામા આજુબાજુના લોકોએ મંદિરના દર્શનની સાથે મેળાનો લાભ લીધો હતો.લોકોમાં રાવણ દહનનું વિશેષ આકર્ષણ હોય છે. જે જોવા માટે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતાં. એ હજારોની જનમેદની વચ્ચે કામદાર નેતા આર.સી.પટેલના હસ્તે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું.
છેલ્લા ઘણા વર્ષથી અવિરતપણે આર સી પટેલ રાવણના પૂતળાનું દહન કરે છે.જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને યુવાનોના સાથ સહકારથી સમગ્ર આયોજન સફળ થાય છે.આ પ્રસંગે ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળામાં જાતજાતના મીઠાઈ, રમકડાં, રેડીમેઇડ કપડાંની દુકાન, ફરસાણની દુકાનો, કટલારીની દુકાન, બુટ ચપ્પલની દુકાનો, ઠંડા પીણાની દુકાનો, શિંગોડાની તથા શિંગની દુકાનો જેવી અનેક પ્રકારની વસ્તુઓની દુકાન તેમજ ઘર વપરાશની જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાન લગાવવામાં આવી હતી. ગામનાં આજુબાજુનાં ગામના લોકો મેળામાં આનંદથી ઝૂમી રહ્યાં હતાં.બાળકો તેમનાં આનંદ માટે બલુનમાં ઠેકડા મારી ખુશ મિજાજમાં જોવા મળ્યા હતાં. અગાઉનાં વર્ષો કરતા આ વર્ષે દુકાનોની સંખ્યા વધારે જોવા મળી હતી.
Share to other apps