મા વિનાની દોઢ માસની બે દીકરીઓની મદદ માટે ધરમપુર તાલુકા આદિવાસી સમાજ આગળ આવ્યો.
આજરોજ તા.27/09/2023 ના દિને ધરમપુર તાલુકાના ફૂલવાડી ગામની આદિવાસી બહેનનું અગાઉ તા.09/08/2023 ના દીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.જેમની દોઢ માસની બે નાની સ્વરા અને સાવ્યા નામની બે દીકરીઓ છે.જેમની પડખે આદિવાસી સમાજ ઉભો રહ્યાનું ઉદાહરણ સામે આવ્યું છે.
એક ચેનલને આપેલી માહિતી મુજબ આ આદિવાસી ગરીબ પરિવાર હોવાથી આ બાળકીઓ માટે દૂધના પણ પૈસા ન હોય જેથી ભેંસદરાના સ્થાનિક આગેવાન ટીફૂભાઈ, ફૂલવાડી ગામના આગેવાન શ્રી કૃણાલભાઈ,અને કિરીટભાઈ વાંકલ ગામના આરોગ્ય કર્મચારીએ એક પહેલ કરી હતી અને જેના ભાગ રૂપે 37,300/- સાડત્રીસ હજાર ત્રણસો રૂપિયા ભેગા થયા હતા જે રકમ આજરોજ આ નાની દોઢ માસની સ્વરા,અને સાવ્યાની કાળજી રાખનાર પરિવારને આપવામાં આવી હતી.
ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલની આગેવાનીમાં આ રકમની ચુકવણી કરવામાં આવી હતી. અને આ સેવાકાર્યમાં દાન કરનાર દાતાઓનો કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. ગરીબ લાચાર પરિવારોના મદદ અર્થે આદિવાસી સમાજનો ધનિક વર્ગ આગળ આવે તે આજના સમયની માંગ છે.