ગુણોત્સવ ૨.૦માં વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય?

SB KHERGAM
0

 

ગુણોત્સવ ૨.૦માં વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય?   

ગુણોત્સવ 2.0 કાર્યક્રમ શું છે?

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009થી તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ માટે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું. સતત નવ વર્ષ સુધીના ગુણોત્સવ કાર્યક્રમના અમલીકરણ અને પરિણામોને જોતા ગુણોત્સવ કાર્યક્રમમાં બદલાવ લાવવાની જરૂરિયાત અનુભવાતી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમને વધુ સઘન બનાવવા વિચારણા કરવા સંદર્ભે ગુણોત્સવ-5 બાદ નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર મોકડની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પણ ગુણોત્સવ કાર્યક્રમમાં સુધારણા સંદર્ભે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પરિવર્તનો સંદર્ભે ભલામણો કરવામાં આવી હતી ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં ગુણોત્સવ 2.0ની શરૂઆત કરવામાં આવી.

 ગુણોત્સવ 2,0ને સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

વિશ્વમાં ગુણોત્સવ કાર્યક્ર્મને ગુણોત્સવ 2.0 તરીકે અપગ્રેડ કરવાથી નીચે મુજબના પરિવર્તનો ગુણોત્સવની સમગ્ર પ્રક્રિયા અંતર્ગત વિચારવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0નો હેતુ પ્રસ્થાપિત માપદંડોને સ્થાનિક પરિપ્રેક્ષ્યમાં ધ્યાને લઇ શાળાના મૂલ્યાંકન થકી શાળા સુધારણાના ક્ષેત્રોની ઓળખ કરી તેને સતત મદદરૂપ થવા માટેનો છે. આ કાર્યક્રમ શાળાઓને એવી શાળા વિકાસ યોજના તૈયાર કરવા મદદરૂપ બનો કે જેનાથી શાળા સતત અને ટકાઉ વિકાસ સુનિશ્ચિતકરી શકશે. ગુણોત્સવ-2.0 કાર્યક્રમ શાળાઓનેતેમના પ્રવર્તમાન સ્તરથી સતત આગળ વધવા માટેસમગ્ર વર્ષ દરમિયાન સહયોગ પૂરી પાડતોગુણવત્તાલક્ષી ગતિશીલ (Dynamic) કાર્યક્રમ છે.ગુણોત્સવ કાર્યક્રમના અનુભવને ધ્યાનેલઇ ગુજરાત સરકાર દ્વારા શાળાની ગુણવત્તાચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર વર્ષ 2010માં Gujarat. School QualityAccreditatory Council (G5QAC)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાને હાલમાં કાર્યરતકરવામાં આવી છે. GSQAC શિક્ષણ વિભાગઅંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે શાળાઓનીસતત ગુણવત્તા સુધારા માટે કાર્યશીલ રહેશે. ગુણોત્સવ 2.0 અંતર્ગત વૈશ્વિક માપદંડો અને રાજ્યસરકારની વિવિધ ગુણવત્તાલક્ષી પહેલને ધ્યાનમાંરાખી તૈયાર કરવામાં આવેલ એક્રેડિટેશન કેમવર્ક વડે શાળાઓનું તબક્કાવાર એક્રેડિટેશન કરવામાંઆવશે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓની નિશ્ચિતમાપદંડ આધારિત મૂલવણી થશે અને શાળાઓને વ્યક્તિગત જરૂરિયાત અનુસાર શાળા વિકાસ યોજનાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવશે.ગુણોત્સવમાં ત્રણ દિવસ દરમ્યાન મિશન મોડમાં તમામ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. જેમાં તમામ શાળાઓ પૈકી માત્ર ત્રીજા ભાગની શાળાઓ જ બાહ્ય મૂલ્યાંકનમાં આવરી લેવાતી હતી તેના સ્થાને ગુણોત્સવ 2.0 અંતર્ગત 100% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન શક્ય બનશે.









 

INDICATOR MASTER COPY : click here  

SI Visit Note  2022-23.pdf : click here  

School inspector check list : click here 

Si check list Excel sheet: click here 

Si field note Excel sheet : click here 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top