વાંસદાનાં શિક્ષકે સ્વિમિંગ બેક સ્ટ્રોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
પ્રાથમિક શાળા માનકુનિયા તા.વાંસદા ના ઉપશિક્ષકશ્રી વિજયભાઈ પટેલને ગુજરાત રાજ્ય એક્વેટિક એસો.(સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે સંલગ્ન)12મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપ-2023માં સુરત ખાતે 17મી સપ્ટેમ્બર 2023નાં દિને યોજાયેલ 40 થી 44 વય જૂથની 100મીટર સ્વિમિંગ બેક સ્ટ્રોક સ્પર્ધા 01:59:93 સમયમાં જીતી ગોલ્ડ મેડલ મેળવી નવસારી જિલ્લા અને વાંસદા તાલુકાનું રોશન કર્યું છે. જે નવસારી જિલ્લાના તમામ શિક્ષક સમાજ માટે ગૌરવની બાબત છે.
જેમને વિરેન્દ્ર નાણાવટી હની. સેક્રેટરી ગુજરાત સ્ટેટ એક્વેટિક એસો. અને ગણેશભાઈ આર. સેલર ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી સુરત, ડિસ્ટ્રીક્ટ એક્વેટિક એસો.હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.