ગુજરાતના પર્વતારોહકે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો.
હિમાલયના સૌથી ઊંચા શિખર પર તિરંગો લહેરાવતો ડાંગનો ભોવન.
આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના રજંદ એવા પર્વતારોહક યુવાન શ્રી ભોવન રાઠોડે, તાજેતરમાં જ હિમાલય વેલીની KY૧ તરીકે ઓળખાતા અને ૬૪૦૦ મીટર (૨૧ હજાર ફૂટ) ની ઊંચાઈએ આવેલા માઉન્ટ 'કાંગ યાત્સે' શિખર ઉપર, ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. ટાટા સ્ટિલની સ્પોન્સરશીપના સથવારે ઉત્તર-પશ્ચિમ ભારતના લદાખ ક્ષેત્રમાં હિમાલયની 'માર્બા ઘાટી' માં આવેલા 'હેમિસ નેશનલ પાર્ક' માં સમાવિષ્ટ માઉન્ટ 'કાંગ યાત્સે' કે જેની ઊંચાઈ ૬૪૦૦ મીટર (૨૧,૦૦૦ ફૂટ) છે ત્યાં પહોંચી ડાંગના આ યુવાને ફરી એક વાર ’માઉન્ટ એવરેસ્ટ’ ના બારણે ટકોરા માર્યા છે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮.૮૬ મીટર (૨૯ હજાર ૦૩૨ ફૂટ) છે.
જ્યાં ભારતના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને ફરકાવવાની આ યુવાનની ખ્વાહિશ છે. તેણે જણાવ્યું હતું કે, KY૧ માટે ટાટા સ્ટિલ દ્વારા ગુજરાતમાંથી એક માત્ર તેમની પસંદગી કરાતા, દેશના અન્ય પ્રદેશના કુલ ૧૨ સાહસિક યુવાનોની ટિમ માઉન્ટ ’કાંગ યાત્સે’ સર કરવા નીકળી હતી. વિષમ પરિસ્થિતિમાં ઓક્સિજનની કમી વચ્ચે અનુક્રમે ૧૨ અને ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ તેમની ટિમના ત્રણ યુવાનોની હાલત કથળતા તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ભેગા કરાયા હતા.
સુરત પોલીસ ઓફિસર સાથે ભોવન રાઠોડમાહિતી સ્રોત : સંદેશ