સત્ય ઘટના
ગામમાં સારા શિક્ષક આવે તો શું ફાયદો થાય?
વાત છે ઈ.સ 1996 ની પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લામાં અંબાજી તાલુકાનાં સિધખડી ગામનો સરકારશ્રીમાંથી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્ર્વર નાનજી ભાઇ પટેલ ઉ.વ 24 તે ગામ ની શાળામાં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા 1800 ની વસ્તી 95% આદીવાસી સમાજની વસ્તી 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડાના દારૂનાં વ્યસનવાળા અંધશ્રદ્ધા ભારોભાર દેવ દેવી સામે બલી પ્રથા તો જાણે સામાન્ય સૌરાષ્ટ્ર ના સારા ગામમાંથી ગયેલ પટેલ પરીવારનો આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે મને કુદરતે આવી પરીસ્થિતીમાં પરિવર્તન લાવવા જ નીમિત બનાવીને જ મોકલાવ્યો છે જે થાય તે હરી ઇરછા હું મહેનત કરીશ બદલી માટેના કોઈ પ્રયાસ નહીં જ કરૂં થોડા ટાઇમ માં સગપણની વાત આવી બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલનો વંશજ પાટીદાર હતો અડગ નિર્ણય પર કાયમ રહ્યો થનાર પત્નીને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજીને કસ્તુરબા મળે એમ ઈશ્ર્વર ભાઈને રેખા બેનનો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા તેમાં એક તો જાણે સરકારનો જમાઇ કામચોર શાળાએ આવ્યા વગર જ પગાર લે ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં પણ ઈશ્ર્વર ભાઈને ખુંચે પોતે જ ફરીયાદી બન્યાં જીલ્લા અધીકારીઓનૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારીએ કામચોરને શિક્ષાની બદલે શિસ્ત ભંગની નોટીસ ઇશ્ર્વર ભાઈને આપી તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામના બે ત્રણ ભોળા ગ્રામજનોને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈને ઢોર માર મરાયો 13 દિવશ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા ફરી તેજ ગામમાં ગયા.
સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા ઈશ્ર્વરભાઈની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી સમય જતાં ગ્રામજનોને સત્ય સમજાયું ગામના બાળકો નિયમિત ભણવા આવ્યા બાદમાં સરકારશ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળાની નવી ઇમારત બનાવી તેમના પત્ની શિક્ષકના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા સમય ગયો ગામને મહેનતથી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા સરકાર સાથે સંકલન કરી ગામને રોડ રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેની સવલત આપી ગામ માં 2003 થી સંપુર્ણ બલી પ્રથાથી મુક્તિ આપી આજે ગામના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે ગામે ઈશ્ર્વરભાઈ ના પત્ની રેખા બહેનને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે તેમના બંને સંતાનોને શિક્ષણ પણ ગામની શાળામાં જ આપ્યું છે અને ઈશ્ર્વરભાઈના પીતાના મૃત્યુના બેસણામાં 80 વાહન ભરાઈને માણસો આવ્યા હતા પાલનપુરના હિરાબજારના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામમાં નવી હાઇસ્કુલ બની છે હાલ ગામ ના 5વિધાર્થી ias /ips ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે.
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે આધાર કાર્ડ બનાવવાના હોય કે માં અમૃૠતમ યોજનાના મેડિકલ કાર્ડ ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે છેલ્લાં 3 વર્ષ થી આખા ગામમાં એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે હવે તેમને ગામમાં ગામના જ નોકરી કરતા યુવાનોનો એક એક પગાર લઇને ગામમાં જીમ ચાલુ કર્યું છે 1998 પછી ગામની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો ઈશ્ર્વર ભાઈ ની સમજાવટથી જ સમાધાન કરાવે છે.... આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
કોઇ કોમર્શિયલ ફાઈવ સ્ટાર બાવાને વંદન કરતાં આવા ઈશ્ર્વર ભાઈ જેવા શિક્ષકને મનોમન યાદ કરીએ.
લેખ : અનિલ પઢિયાર