વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.

SB KHERGAM
0

      


વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો. 


આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
              ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિ માં બધા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં તમામ બાળકોએ ખૂબ આનંદભેર પ્રવૃત્તિ જોઇ ખૂબ આનંદની લાગણી થતી હતી..
                 જીવનકૌશલ્યો દ્વારા બાળકમાં રહેલી શક્તિઓ અને આવડતો પારખવાનું અને તેના દ્વારા જીવનમાંઆવતા પડકારોને કુશળતા પૂર્વક ઉકેલી જીવનના ઉત્તમ વિકાસ માટે પૂરતી તક પૂરીપાડવાનું ઉત્તમ સ્થાન એટલે જ “જીવન કૌશલ્યો આધારિત બાળમેળો”.. તો ચાલો આપણે સૌ આ બાળમેળા અંતર્ગત થયેલ પ્રવૃત્તિઓની ઝલક નિહાળીએ.......




























Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top