🚨 Ministry of Ports & Shipping is building world's biggest maritime museum complex at Lothal, Gujarat. pic.twitter.com/Ew7eBYUfOl
— Indian Tech & Infra (@IndianTechGuide) July 2, 2023
July 02, 2023
0
બંદરો અને શિપિંગ મંત્રાલય લોથલ, ગુજરાત ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ સંકુલ બનાવી રહ્યું છે.
અહીં હતું દુનિયાનું સૌથી પહેલું બંદર...
જે દેશની સમુદ્ર સીમા લગભગ 7500 કિલોમીટર લાંબી હોય, સમુદ્ર દ્વારા વેપાર અને અવરજવરનો ઇતિહાસ લગભગ ત્રણ હજાર વર્ષ જુનો હોય, ત્યાં સમુદ્રી(મેરીટાઇમ) વિરાસતને અત્યાર સુધી એકઠી કરવાની કોશિશ ન થાય તે આશ્ચર્ય જન્માવે તેવું છે. જોકે કેન્દ્ર સરકારે મેરીટાઇમની આ સમૃધ્ધ વિરાસતને હવે કાયદેસર એક ઔપચારિક રુપ આપીને બચાવવાની યોજના બનાવી છે.
ગુજરાતના પુરાતાત્વિક સ્થળ લોથલમાં દેશનું પહેલુ નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ બનવા જઇ રહ્યુ છે. આ માટે સરકારે 498 કરોડ રુપિયાની રકમ આપી છે. કેન્દ્ર સરકારની સાગરમાલા પરિયોજના હેઠળ બનનારા મ્યુઝિયમમાં ઓર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયાએ પણ મહત્ત્વની ભુમિકા ભજવી છે.
લોથલ દુનિયાનુ સૌથી પહેલુ બંદર હતુ, જે લગભગ અઢી હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યુ હતુ. તેના ઐતિહાસિક મહત્ત્વને જોતા સરકારે દેશનું મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અહીં બનાવવાનું નક્કી કર્યુ છે. આ હેરિટેજ કોમ્પ્લેક્સનો પહેલો તબક્કો જુલાઇ 2023 સુધી પુરો થઇ જશે. આ કોમ્પ્લેક્સ એકબાજુ ભારતની સમૃધ્ધિ અને વિવિધતાથી ભરપુર સમુદ્રી વારસાને બતાવશે તો બીજી તરફ તે ભારતના સમુદ્ર સાથે જોડાયેલા જનજીવન અને તેના ઐતિહાસિત તથ્યોને પણ સામે રાખવાની કોશિશ કરશે.
આ કોમ્પ્લેક્સમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ ઉપરાંત મેરીટાઇમ હેરિટેજ પર આધારિત થીમ પાર્ક, મેરીટાઇમ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, નેચર કંઝરવેશન પાર્કથી લઇને હોટલ પણ બનશે. આધુનિક ટેકનિકથી સજજ્ આ કોમ્પ્લેક્સમાં ઘણી ખુબીઓ હશે. સરકારનો હેતુ અહીં આવનારા લોકોને ભારતના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસા વિશે જણાવવાનો છે. આ કોમ્પ્લેક્સમાં લોથલમાં મળેલા હડપ્પાકાલીન પુરાતત્વીક કલાકૃતિઓ અને સામગ્રીઓને પણ દર્શાવવામાં આવશે.
ભારતમાં મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ ભલે પહેલુ બનવા જઇ રહ્યુ હોય, પરંતુ દુનિયાના ઘણા દેશોએ અહીં પોતાને ત્યાં આ વારસાને ભેગો કરવાનુ કામ કર્યુ છે. દુનિયાના પ્રમુખ મ્યુઝિયમોમાં નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ યુકેના ગ્રીનવિચમાં, વાસા મેરીટાઇમ મ્યુઝિયમ સ્ટોકહોમમા, ક્વાંગતુંગ મેરીટાઇમ સિલ્કરુટ મ્યુઝિયમ, ચીનના યાંગઝિયાંગ અને નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમ તિયાંગઝિંગમાં છે.
Share to other apps