તારીખ : ૨૮-૦૬-૨૦૨૩નાં દિને જામલિયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પરભુભાઈ ઝીણુભાઈ ગાંવિતનો સન્માન અને વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરિસિંહ પરમાર સાહેબ,નવસારી જિલ્લાના ઘટક સંઘનાં પ્રમુખશ્રીઓ તથા અન્ય હોદેદારો, નિવૃત્ત માજી જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ, નિવૃત્ત નિરીક્ષકશ્રીઓ ભૂપતસિહ પરમાર, ચૌધરી, જયંતિભાઈ પટેલ, હરીશભાઇ પટેલ અને વાંસદા તાલુકાના શિક્ષકો હાજર રહ્યા હતાં.
જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ દ્વારા પરભુભાઈ ગાંવિતની શિક્ષક તરીકેની અને સંઘની કામગીરી સેવાને બિરદાવી હતી.તેમજ તેમનું શેષ જીવન આરોગ્યમય અને પ્રવૃત્તિમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
#Aaha news vansda