તારીખ ૧૫-૦૬-૨૦૨૩નાં દિને શાળાનો 69મો સ્થાપના દિવસ ઉજવાયો.જેમાં શાળાનાં વર્ગખંડોને શણગારવામાં આવ્યા હતાં. એસ.એમ.સી.ના સભ્યો ,વાલીઓ,શિક્ષકો અને બાળકોની હાજરીમા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતનાં સભ્ય શ્રીમતિ વિભાબેન પટેલ અને એલ.આઈ.સી. ડીઓ. શ્રી જયેશભાઈ પટેલનાં તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બાળકોને નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. શાળા પરિવાર જયેશભાઈ પટેલ અને વિભાબેન પટેલનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તથા તેમના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે શુભકામનાઓ પાઠવે છે.