ખેરગામના ડૉક્ટર દંપતિએ માતાપિતાના જન્મદિવસે બેસવા બાંકડા મુક્યા.

SB KHERGAM
0

 


ખેરગામના ડૉક્ટર દંપતિએ માતાપિતાના જન્મદિવસે બેસવા બાંકડા મુક્યા.


ખેરગામ ખેરગામના પાણીખડક ગામે આવેલા તંત્યા મામાં ભીલસર્કલ એક અતિશય વ્યસ્ત અને વલસાડ,ખેરગામ,ચીખલી,વાંસદા,ધરમપુર, રાનકુવા તરફ જતાં આવતા વાહનો માટે મધ્ય વિસ્તાર હોવાથી ભારે અવરજવર ધરાવતો વિસ્તાર છે,સાથે શાળાઓ પણ આવેલી હોયજે અંતર્ગત ખેરગામના તબીબ ડો.નિરવ પટેલે પોતાના ‘માં-બાપ ‘ના જન્મદિવસ નિમિતે આ સ્થળે લોકોને બેસવા માટે બાકડા મુકાવી માતાપિતાનો જન્મદિન મનાવવાની સાથે માનવતાની અનોખી મિશાલ પુરી પાડી હતી.તેમના આ ભગીરથ કાર્યની જાણ થતાં જ એક મિત્રએ પણ નામ નહીં આપવાની શરતે મદદ કરતા 2 ના બદલે 4 બાકડા મુકવામાં આવતા લોકો માટે નવી સુવિધા ઉપલબ્ધ થતા સ્થાનિક વિદ્યાર્થીઅને વડીલોમાં આનંદની લાગણી વ્યાપી હતી. આ પ્રસંગે પિતા ભુલાભાઇ પટેલ,સરપંચ અશ્વિનભાઇ,પ્રોફેસર સુમનભાઈ,ડો. કૃણાલ પટેલ, ,દલપતભાઈ, મનીષાબેન યોગેશભાઈ માહલા,રાહુલ, જીગર,ઠાકોરભાઈ,મંગુભાઇ,નિલેશ રામજી, કમલેશભાઈ,જયદીપભાઈ માહલા, ઉમેશભાઈ,મહેન્દ્રભાઈ દેશમુખ, સતિષભાઈ સજોડે,શઁકરભાઈ,દીપકભાઈ માહલા,જશુભાઈ ગાંવિત,મહેશભાઈ તેમજ ગ્રામપંચાયત સભ્ય, અનિલભાઈ, સંજયભાઈ, ઈશ્વરભાઈ, વેણીલાલભાઈ, રમેશભાઈ, જશવંતભાઈ, મણિલાલભાઈ, મનાલી, અમિષા,શીતલ,આશિકા,મયુર,આયુષીગ્રામપંચાયત સભ્ય,તેમજ જામનપાડા,આછવણી,પાણીખડક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે આદિવાસી સમાજના પ્રમુખ ડો.નીરવ પટેલે જણાવ્યું કે કેટલાક આગેવાનોએ અહીં બાંકડા માટે મને જણાવ્યું હતું અને અમે નક્કી કર્યા પ્રમાણે અમારા માતાપિતાનો જન્મ દિવસ પણ હોવાથી અહીં બાંકડા મુકાવી લાગણી સભર સત્કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો અને વિદ્યાર્થીઓ અને વડીલોને પાણીખડક ચાર રસ્તે પડતી અગવડતા પણ દૂર થઈ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top